ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

નોકરી છોડી તો બોસે આપી એવી પ્રતિક્રિયા જેને સાંભળીને રડવા લાગી છોકરી! જૂઓ વીડિયો

HD ન્યૂઝ ડેસ્ક,  23 નવેમ્બર: કર્મચારી અને તેના બોસ વચ્ચેની વાતચીતનો એક વીડિયો હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, બોસને કર્મચારીઓનો રાજીનામું આપવાનો નિર્ણય પસંદ આવતો નથી, પરંતુ તાજેતરમાં એક છોકરી (કર્મચારી)એ તેના રાજીનામાનો વીડિયો શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. વીડિયોમાં છોકરી તેના મેનેજરને તેના રાજીનામા અંગે વાત કરતી જોવા મળે છે, જેના પર મેનેજર એવી પ્રતિક્રિયા આપે છે જેની કોઈ અપેક્ષા પણ ન કરી શકે.

જૂઓ આ વાયરલ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by 🦋 Simi 🦋 (@hiimsimran_)

મને નવી નોકરી મળી ગઈ છે: છોકરી

સિમી નામના યુઝરે આ વાયરલ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટ @hiimsimran પરથી શેર કર્યો છે, જેમાં તેણી તેના મેનેજરને નોકરી છોડવા માટે કહી રહી છે. આ દરમિયાન મેનેજરની પ્રતિક્રિયા એટલી અદ્ભૂત હતી કે, હવે આ વીડિયો ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં સિમી તેના મેનેજરને કહે છે કે, “મને નવી નોકરી મળી ગઈ છે.” તેના મેનેજર તેને આ માટે ન માત્ર અભિનંદન પાઠવે છે પરંતુ તેની સફળતા પર ખુશી પણ વ્યક્ત કરે છે. મેનેજર કહે છે કે, “હું તારા માટે ખુશ છું, પણ મારા માટે દુઃખી પણ છું.” આ પછી સિમી તેમને કહે છે કે, આગામી શુક્રવાર તેનો કામ પરનો છેલ્લો દિવસ હશે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા મેળવી છે. બોસના અદ્ભુત સ્વભાવ અને તેના કર્મચારીઓ પ્રત્યેના તેમના વલણના વખાણ કરતા લોકો થાકી રહ્યા નથી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, “આવા બોસ દરેક ઓફિસમાં હોવા જોઈએ.” જ્યારે અન્ય એક યુઝરે મજાકના ટોનમાં કહ્યું કે, “મારા રાજીનામા પર મારા બોસ મીઠાઈ વહેંચશે.

લોકોએ આપી પ્રતિક્રિયા

રાજીનામાને લઈને મોટાભાગની ઓફિસોમાં તણાવપૂર્ણ વાતાવરણ હોય છે, પરંતુ આ વીડિયો બતાવે છે કે, એક સારા બોસ તેના કર્મચારીઓના વિકાસમાં કેવી રીતે મદદ કરી શકે છે. આ વીડિયોએ મેનેજર અને કર્મચારી વચ્ચેના સ્વસ્થ સંબંધનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે, “દરેક કર્મચારી પાસે આવો સપોર્ટિવ અને સમજદાર બોસ હોવો જોઈએ.

આ પણ જુઓ: Video: સ્વર્ગસ્થ પિતાની રાખમાંથી ઉગાડ્યો ગાંજો, કશ ખેંચ્યો અને બોલી…

Back to top button