આઠ વર્ષ પહેલા થઈ હતી રશ્મિકા મંદાનાની સગાઈ, વાયરલ થયો વીડિયો
- આઠ વર્ષ પહેલા એટલે કે 2017માં રશ્મિકા મંદાનાની સગાઈ તેનાથી 13 વર્ષ મોટા અને તેના એક ફિલ્મમાં કો સ્ટાર રહેલા રક્ષિત શેટ્ટી સાથે થઈ હતી
23 નવેમ્બર, ચેન્નઈઃ ‘પુષ્પા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોથી રાતોરાત ચાહકોનો ક્રશ બની ગયેલી સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 8 વર્ષ પહેલા અભિનેત્રીની સગાઈનો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિકા અને તેનો ફિયાન્સ રક્ષિત શેટ્ટી તેમની સગાઈની વીંટી બતાવી રહ્યા છે અને પાર્ટીની મજા લેતા જોવા મળી રહ્યા છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy
આ વીડિયો લગભગ 8 વર્ષ જૂનો છે, જ્યારે અભિનેત્રી અને રક્ષિત શેટ્ટીની સગાઈ 2017માં થઈ હતી. રક્ષિત એક ફિલ્મ પ્રોડ્યુસર છે. આ બંને એકબીજાને ડેટ કરતા હતા. જો કે, આ સંબંધ માત્ર એક વર્ષ પછી તૂટી ગયો. તેમની સગાઈનો આ વીડિયો ફેન્સ માટે ચોંકાવનારો છે.
Rashmika Mandanna and Rakshit Shetty Engagement
Ab yeh kaise ho gaya? 😨 inka vijay deverakonda inke saath tha na? 😅 pic.twitter.com/QyLOu3gT49
— হৃদয় হরণ 💫✨ (@thundarrstorm) August 20, 2024
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે રશ્મિકા મંદાનાની રક્ષિત શેટ્ટી સાથે સગાઈ થઈ ત્યારે તે માત્ર 21 વર્ષની હતી, જ્યારે રક્ષિત તેના કરતા 13 વર્ષ મોટો હતો, તેની ઉંમર 34 વર્ષ હતી. રશ્મિકાએ 2016માં ફિલ્મ ‘કિરિક પાર્ટી’માં કો-સ્ટાર રક્ષિત સાથે કામ કર્યું હતું અને તે જ સમયે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું.
બંનેએ ડેટિંગના એક વર્ષમાં સગાઈ કરી લીધી, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને સપ્ટેમ્બર 2018માં એક વર્ષ પછી તેમની સગાઈ તૂટી ગઈ. આ તૂટેલા સંબંધો પર બંનેએ ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી.
હાલમાં વિજય દેવરકોંડા સાથે ડેટિંગઃ શું સાચું, શું ખોટું?
આ દિવસોમાં રશ્મિકાનું નામ સાઉથ એક્ટર વિજય દેવેરકોંડા સાથે જોડાયેલું છે. આ બંને સ્ટાર્સ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના પુરાવા ઘણી વખત સામે આવ્યા છે. બંને વેકેશનમાં ઘણી વખત સાથે જોવા મળ્યા છે. જ્યારે વિજય દેવરકોંડાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં રશ્મિકા મંદાનાનું નામ લીધા વગર સ્વીકાર્યું છે કે તે સિંગલ નથી અને કોઈને ડેટ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ એ.આર.રહેમાન અને મોહિની-ડેના લિંકઅપના સમાચાર, સિંગરના દીકરાએ આપ્યું આ રિએક્શન