મહારાષ્ટ્રમાં 3300 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ભાજપના ઉમેદવાર હારશે કે જીતશે?
મુંબઈ, તા. 23 નવેમ્બર, 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિનો જયજયકાર થયો છે. 288 સીટમાં ભાજપ ગઠબંધનને 216 થી વધુ સીટ પર લીડ, જ્યારે કોંગ્રેસ પ્રેરિત મહા વિકાસ અઘાડીને 56 માં સરસાઇ મળી છે.
મુંબઈની ઘાટકોપર સીટ પરથી ભાજપની ટિકિટ ચૂંટણી લડી રહેલા પરાગ શાહ પાસે 3300 કરોડથી વધુની સંપત્તિ છે. જેનો તેમણે એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો હતો. પરાગ શાહ 15 રાઉન્ડની મત ગણતરીના અંતે 36000થી વધારે મતથી આગળ ચાલી રહ્યા છે. બીજા ક્રમે એનસીપીના જાદવ રેખા અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંદીપ સુધાકર ચાલી રહ્યા છે.
પરાગ શાહ કેટલી મિલકત ધરાવે છે?
2204ના ચૂંટણી એફિડેવિટ મુજબ, ભાજપના આ દિગ્ગજ નેતા પાસે 3,383 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. પરાગ શાહ પાસે રૂ. 3,315.52 કરોડની જંગમ અને રૂ. 67.53 કરોડની સ્થાવર મિલકતો છે. જ્યારે 2019માં ચૂંટણી એફિડેવિટમાં પરાગ શાહની કુલ સંપત્તિ 550.62 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી હતી.
પરાગ શાહ ઘાટકોપર પૂર્વના મસીહા કેમ છે?
પરાગ શાહે છેલ્લા પાંચ વર્ષમાં 18,000 થી વધુ ઝૂંપડપટ્ટીવાસીઓના સફળ પુનર્વસન સહિત સમાજના હિતમાં અનેક કાર્યો કર્યા છે. તેથી ચૂંટણી પહેલા જ તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. મુંબઈનો ઘાટકોપર પૂર્વ 1990થી ભાજપનો ગઢ રહ્યો છે. દરેક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય ઘાટકોપરના પૂર્વના ઘણા વિસ્તારોમાં રહેતી ગુજરાતી ભાષી વસ્તીને જાય છે. અહીં મરાઠી ભાષી વસ્તી લગભગ 1 લાખ છે અને પરાગ શાહ પણ આ ગુજરાતી સમુદાયમાંથી આવે છે.
આ પણ વાંચોઃ વાયનાડથી પ્રિયંકા ગાંધી આગળ છે કે પાછળ, જાણો લેટેસ્ટ અપડેટ