સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું
- એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું
- સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
- જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બે મહિના પહેલાથી ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
શહેર પોલીસે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના બે મહિના પહેલાથી ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરત પોલીસે જાહેરનામું બહાર પાડીને આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું
સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે.
જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
શુક્રવારથી લાગુ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, ભયજનક ધાબા પર પતંગ ઉડાવી નહી. જેમાં સવારના 6થી 8 વાગ્યા સુધી પતંગ જ્યારે નાયલોન મટીરીયલથી કોટ કરેલી અને નોનબાયોડિગ્રેડેબલ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકાયો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં વિવિધ પોસ્ટ પર દિવ્યાંગોની ભરતી કરાશે