ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

BJP હેડક્વાર્ટરમાં બનવા લાગી જલેબી, પરિણામ પહેલા મોં મીઠુ કરવાની તૈયારી; જૂઓ વીડિયો

  • હેડક્વાર્ટરના વીડિયોમાં કેસરી પાઘડી પહેરેલો એક વ્યક્તિ ગરમ-ગરમ જલેબી બનાવતો જોવા મળ્યો

નવી દિલ્હી, 23 નવેમ્બર: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે મતગણતરી શરૂ થઈ ગઈ છે. થોડા સમય પછી ટ્રેન્ડ્સ પણ બહાર આવવા લાગશે. જો કે આ પહેલા જ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં જલેબી બનાવવાનું શરૂ થઈ ગયું છે અને પરિણામ પહેલા મોં મીઠુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.  હેડક્વાર્ટરના વીડિયોમાં કેસરી પાઘડી પહેરેલો એક વ્યક્તિ ગરમ-ગરમ  જલેબી બનાવતો જોવા મળી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, બંને રાજ્યોમાં ભાજપને જીતનો વિશ્વાસ છે. મતદાન સમાપ્ત થયા પછી આવેલા એક્ઝિટ પોલ્સે પણ ભાજપ અને તેના સહયોગીઓનું મનોબળ વધાર્યું છે. જો કે, આગામી થોડાક કલાકોમાં ચૂંટણીના અંતિમ પરિણામો આપણી સામે હશે.

રાજકારણીઓની બયાનબાજી ચાલુ

ચૂંટણીના પરિણામો પહેલા રાજકારણીઓની બયાનબાજી પણ ચાલુ છે. દિંડોશી વિધાનસભા મતવિસ્તારના શિવસેના ઉમેદવાર સંજય નિરુપમે કહ્યું કે, ‘આજે મત ગણતરીનો દિવસ છે. અમારા અને સમગ્ર મહારાષ્ટ્ર માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. હંમેશની જેમ આજે પણ હું ભગવાન સિદ્ધિવિનાયકના ચરણોમાં પ્રાર્થના કરવા આવ્યો છું. મેં સમગ્ર મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની વાપસી માટે આશીર્વાદ માંગ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહેલા વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ ચાલુ છે તેને યથાવત રાખવામાં આવે અને અહીંના લોકો ખુશ રહે તે માટે મહાયુતિની સરકાર લાવવી જરૂરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ચહેરા પર તેમણે કહ્યું કે, મહાયુતિના મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત છે. મહાયુતિની સરકાર આવશે તે પણ નિશ્ચિત છે.

અમે હેટ્રિક ફટકારવા જઈ રહ્યા છીએ: શિવસેના ઉમેદવાર

મુંબાદેવી વિધાનસભા મતવિસ્તારમાંથી શિવસેનાના ઉમેદવાર શાઈના એનસીએ મતગણતરી પર કહ્યું કે, ‘એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે આ 2.5 વર્ષમાં જે રીતે કામ કર્યું છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે લોકોએ તેમના કામના આધારે વોટ આપ્યા છે. આ ઈતિહાસ બની જશે કારણ કે આજે હેટ્રિક લાગશે. દરમિયાન શિવસેના અંધેરી પૂર્વ મતવિસ્તારના ઉમેદવાર મુર્જી પટેલે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમે અંધેરી પૂર્વ મતવિસ્તારમાં 20,000થી વધુ મતોથી જીતવા જઈ રહ્યા છીએ કારણ કે છેલ્લા 10 વર્ષમાં અંધેરીના લોકોએ સહન કર્યું છે. અહીં કંઈ થયું નથી. અમે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડ્યા છીએ અને પરિણામ અમારી તરફેણમાં આવશે.

Back to top button