ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો કયા શહેરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
- આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 12થી 14 ડિગ્રી રહેવાની આગાહી
- એક સપ્તાહમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટ્યું
- અમદાવાદમાં 28મી સુધી પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના
ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધ્યો છે. તેમાં 13 શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. તથા રાજ્યમાં 13 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું હતું. તેમજ અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન પહોચ્યું છે. તેમજ 28મી સુધી પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના છે.
આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 12થી 14 ડિગ્રી રહેવાની આગાહી
નલિયાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 12થી 14 ડિગ્રી રહેવાની આગાહી છે. નલિયા ઉપરાંત દાહોદ, રાજકોટ, ભુજ, પોરબંદર, ગાંધીનગર, ડીસા, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, અમદાવાદ, અમરેલીમાં પણ 20 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાતા ઠંડી અનુભવાઈ હતી. અમદાવાદમાં 17.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.8 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
એક સપ્તાહમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટ્યું
છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું તાપમાન આગામી એક સપ્તાહ સુધી 17 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 27મી સુધી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે અને ત્યારબાદ પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના છે.