“દુનિયાનો સૌથી ખતરનાક બોલર”, વસીમ અકરમે કોને જોઈ પાડી બુમ?
HD ન્યૂઝ ડેસ્ક, 22 નવેમ્બર: પર્થ ટેસ્ટ મેચમાં (IND vs AUS, 1st ટેસ્ટ), જસપ્રિત બુમરાહે(Jasprit Bumrah) તેની ઘાતક બોલિંગ વડે ઑસ્ટ્રેલિયન બેટ્સમેનોને ચૂપ કરી દીધા હતા. બુમરાહે શાનદાર બોલિંગ કરીને કાંગારૂ બેટ્સમેનોની બોલતી બંધ કરી દીધી. જસપ્રિત બુમરાહે જે સ્ટાઈલથી બોલિંગ કરી તે માત્ર ફેન્સ જ નહીં પરંતુ ભૂતપૂર્વ ખેલાડીઓનું પણ દિલ જીતી લીધું. બુમરાહનું પ્રદર્શન જોઈને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે(Former fast bowler Wasim Akram) પ્રતિક્રિયા આપી અને તેને વિશ્વનો મહાન બોલર ગણાવ્યો. કોમેન્ટ્રી દરમિયાન વસીમે બુમરાહને દુનિયાનો સૌથી ખતરનાક બોલર ગણાવ્યો હતો.
ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન અકરમ જેવી જ સ્ટીવ સ્મિથને LBW આઉટ કરવામાં સફળ થયો, કોમેન્ટ્રી કરી રહેલા વસીમ અકરમે પણ એવી જ પ્રતિક્રિયા આપી. વસીમ પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહીં અને બૂમ પાડી, “બુમરાહ વિશ્વનો મહાન બોલર છે”
શું તમારી કોઈ કીમતી વસ્તુ ખોવાઈ છે? ચમત્કારી બાબા બતાવશે વસ્તુનું ઠેકાણું
તે જ સમયે, પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા પછી વસીમ અકરમે કહ્યું, “જુઓ, હું બુમરાહને શ્રેષ્ઠ બોલર માનું છું. તેની પાસે સ્વિંગ અને ઝડપ છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે યોગ્ય લાઇન અને લંબાઈ સાથે બોલિંગ કરે છે. બેટ્સમેન માટે બોલનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે તેથી જ હું બુમરાહને વિશ્વનો શ્રેષ્ઠ બોલર માનું છું.
પર્થ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે પ્રથમ બેટિંગ કરીને 150 રન બનાવ્યા હતા, જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 7 વિકેટે 67 રન બનાવી લીધા હતા. ભારત પાસે હજુ 83 રનની લીડ છે. જસપ્રીત બુમરાહે ભારત માટે શાનદાર બોલિંગ કરી અને અત્યાર સુધી 4 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો : ચૂંટણી પરિણામો બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે : આવા છે કારણ
ઉછીના પૈસા લઈ શેર બજારમાં કર્યું રોકાણ, આ 3 શેર ખરીદ્યા અને કિસ્મત ખુલી ગઈ…આજે છે કરોડપતિ
ક્રૂરતા..! દીપડાને રાંધીને ખાઈ ગયા, વનવિભાગે હાથ લાગ્યું માત્ર કપાયેલું માથું
EMI વધશે, SBIએ વ્યાજદરમાં કર્યો વધારો: તમામ લોનને અસર થશે
2 રૂપિયાના શેરમાં વિદેશી રોકાણકારોને પડ્યો રસ, ભાવ પહોંચ્યો આસમાને, શું છે તમારી પાસે?
લગ્નસરાની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 7 દિવસમાં કેટલો ઘટ્યો ભાવ
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં