‘આઈ વોન્ટ ટુ ટોક’: અમિતાભે અભિષેકની એક્ટિંગના વખાણ કરી કહી આ વાત
- અમિતાભે અભિષેકની એક્ટિંગના વખાણ કર્યા, આ અગાઉ ઈમ્તિયાઝ અલીએ પણ આઈ વોન્ટ ટુ ટોકમાં અભિષેકના અભિનયને સર્વશ્રેષ્ઠ અભિનય ગણાવ્યો હતો
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 22 નવેમ્બર, 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોની આને લઈને ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જબરજસ્ત હતું. ફિલ્મની કહાણીને વિવેચકો તરફથી પણ સારા રિવ્યુ મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન સુજીત સરકારે કર્યું છે. આવી સ્થિતિમાં ‘આઈ વોન્ટ ટુ ટોક’ જોયા બાદ અભિષેક બચ્ચનના પિતા અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેની એક્ટિંગને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
‘તું મારો દીકરો છે એટલે તું મારો ઉત્તરાધિકારી નથી..’
અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જે ચર્ચામાં છે. બિગ બીએ પુત્ર અભિષેક બચ્ચનના એક પ્રશંસકની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ અંગેની પોસ્ટને રિપોસ્ટ કરી હતી અને લખ્યુ છે. આ પર્ફોમન્સ માટે એક જ શબ્દ છે, જાદૂઈ. મારો પ્રેમ, આશીર્વાદ અને બીજું પણ ઘણું. દિકરા, તું મારો દિકરો હોવાના કારણે મારો ઉત્તરાધિકારી નથી, જે મારો ઉત્તરાધિકારી હશે તે મારો પુત્ર હશે! અભિષેક, મારા પુત્ર, મારા ઉત્તરાધિકારી’ આ પોસ્ટ દ્વારા બિગ બીએ તેમના પુત્રની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી હતી.આ પહેલા નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ પણ તેને અભિષેકનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ અભિનય ગણાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
અમિતાભ બચ્ચન પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે બિગ બીના દિવસની શરૂઆત સોશિયલ મીડિયા પરની પોસ્ટથી થાય છે. તે લગભગ દરરોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે જોડાયેલા રહે છે. ફેન્સ પણ બિગ બીની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
આ પણ વાંચોઃ શાહરૂખ અને આર્યનની દરેક ક્ષણની ખબર રાખતો હતો આરોપી, માસ્ટરપ્લાનનો ખુલાસો
આ પણ વાંચોઃ શ્રદ્ધા કપૂર બેક ટુ બેક ફિલ્મો કરવા ઈચ્છતી નથી, કહ્યું: સતત રિપ્લેસ થતા ભાંગી પડી હતી
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ