શાહરૂખ અને આર્યનની દરેક ક્ષણની ખબર રાખતો હતો આરોપી, માસ્ટરપ્લાનનો ખુલાસો
- આરોપી શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યનની આવવા-જવાની મુવમેન્ટ ઉપર પણ નજર રાખતો હતો, તેણે ઓનલાઈન માહિતી સર્ચ કરી હતી
22 નવેમ્બર, મુંબઈઃ બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીના કિસ્સામાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે . રાયપુરમાંથી પકડાયેલા ફૈઝાન ખાન નામના આરોપીએ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. હવે મુંબઈના બાંદ્રા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર એવી માહિતી સામે આવી છે કે આરોપી ફૈઝાને અભિનેતાની અંગત માહિતી એકત્રિત કરી હતી, જેમાં તેના પુત્ર આર્યન ખાનનું નામ પણ હતું.
પરિવારની માહિતી મેળવી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યન ખાન વિશે દરેક ક્ષણના સમાચાર મેળવતો હતો. તેની આવવા-જવાની મૂવમેન્ટ ઉપરાંત તેણે આર્યન અંગે ઘણી માહિતી ઓનલાઈન એકઠી કરી હતી. તેના બીજા મોબાઈલની સર્ચ હિસ્ટ્રી પરથી આ વાત સામે આવી છે, આ ફોન બાંદ્રા પોલીસે જપ્ત કર્યો છે.
જ્યારે પોલીસે પૂછ્યું કે ફૈઝાને ઓનલાઈન આ માહિતી શા માટે એકઠી કરી, તો તેઓ જવાબથી સંતુષ્ટ ન હતા. રિપોર્ટ અનુસાર તેણે જવાબમાં પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં જે મોબાઈલથી તેણે શાહરૂખને ધમકીભર્યો કોલ કર્યો હતો તે મોબાઈલ હજુ સુધી પોલીસને મળ્યો નથી.
ધમકીવાળા કોલ સાથે માંગ્યા હતા 50 લાખ
7 નવેમ્બરના રોજ એક અજાણ્યા વ્યક્તિએ શાહરૂખ ખાનને મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે 50 લાખની ખંડણી પણ માંગી હતી. જ્યારે પોલીસે કોલ ટ્રેસ કર્યો તો તે રાયપુર, છત્તીસગઢનો હોવાનું બહાર આવ્યું, જે ફૈઝાન ખાનના નામે હતું. પહેલા તો ફૈઝાને પોલીસને કહ્યું કે તેનો ફોન ચોરાઈ ગયો હતો, પરંતુ બાદમાં તે જ આરોપી નીકળ્યો.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી 12 નવેમ્બરે પૂછપરછ શરૂ કરી હતી. તેને 18 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની જ્યુડિશિયલ કસ્ટડી 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં આરોપી ફૈઝાન ખાને જણાવ્યું હતું કે તેને શાહરૂખની 1994માં આવેલી ફિલ્મ ‘અંજામ’ના એક ડાયલોગથી પ્રોબલેમ હતો.
આ પણ વાંચોઃ શું તમે કચ્છમાં આવેલો આપણો આ પ્રાચીન વારસો જોયો? વર્લ્ડ હેરિટેજ સપ્તાહ ચાલે છે, જલદી પહોંચો
આ પણ વાંચોઃ નવજોત સિદ્ધુ ક્યાં છે? ઓ ગુરુ કહાં હો? હો જાઓ શુરૂ, કબ ઠોકોગે તાલી?
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ