૨3 કરોડનો અનમોલ પાડો: દરરોજ ખાય છે ૨૦ ઈંડા અને ડ્રાયફ્રૂટ, જાણો તેની ખાસિયત
હરિયાણા, ૨૨ નવેમ્બર, અત્યાર સુધી તમે શોરૂમમાં મોંઘીદાટ કાર જોઈ હશે. આવી કાર ખરીદવાનો લોકોમાં ઘણો ક્રેઝ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે, હરિયાણાના સિરસાના રહેવાસી પલવિંદર સિંહ અને તેનો પાડોને ખરીદવ માટે પણ લોકોની લાઈનો લાગી છે. આ અનમોલ પાડો દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, આ દિવસોમાં રાજસ્થાનના પુષ્કર પશુ મેળામાં ભેંસોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિરસાની આ ‘કિંમતી’ ભેંસોએ પણ મુખ્યત્વે ભાગ લીધો હતો. આ ભેંસ અન્ય ભેંસ કરતા સાવ અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે અનમોલ દરરોજ બે હજાર કિંમતના ડ્રાયફ્રુટ્સ ખાય છે અને તે પછી તેની એનર્જી પણ બમણી થઈ જાય છે. અનમોલ એનાં કદ, વંશ અને પ્રજનન માટે જાણીતો છે, એ સોશિયલ મીડિયા પર પણ ટૉકિંગ પોઇન્ટ બન્યો છે.
Meet Anmol, a buffalo from Haryana worth ₹23 crore introduced in Pushkar fair. Weighing in at 1500 kg, this giant is pampered with a daily diet that includes dry fruits and 20 eggs, along with regular almond oil massages.https://t.co/kwKCCdRXfd#pushkarfair #Haryana #Trending pic.twitter.com/0cPie9DQ2H
— Younish P (@younishpthn) November 14, 2024
1500 કિલો વજનના અનમોલની ભવ્યતા અને વિશેષ આહારે પ્રવાસીઓના દિલ જીતી લીધા છે. અનમોલના માલિકનું કહેવું છે કે તે તેને વેચવા માંગતો નથી કારણ કે તે તેના વીર્યમાંથી પૈસા કમાય છે. આ પાડો અન્ય પાડા કરતા સાવ અલગ છે. જાણીને નવાઈ લાગશે કે, અનમોલ દરરોજ બે હજાર કિંમતના ડ્રાયફ્રુટ્સ ખાય છે અને તે પછી તેની એનર્જી પણ બમણી થઈ જાય છે. 23 કરોડની કિંમતનો આ પાડો તેના 1500 કિલો વજનના કારણે બાળકો, વૃદ્ધો અને વિદેશી પ્રવાસીઓમાં ચર્ચાનો વિષય છે. લોકો તેની સાથે તસવીરો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.અનમોલને દિવસમાં બેવાર નવડાવવામાં આવે છે. બદામ અને સરસવના તેલનું ખાસ મિશ્રણ એના કોટને ચમકદાર અને સ્વસ્થ રાખે છે.
અનમોલના માલિક પરમિંદરે કહ્યું કે તેની કિંમત 23 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેણે દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના ખરીદદારોએ તેને ખરીદવાની ઓફર કરી હતી, પરંતુ તેણે તેને વેચવાનો ઇનકાર કર્યો હતો. પરમિન્દરે કહ્યું કે અનમોલ તેના પરિવારનો એક ભાગ છે અને અમે તેના વીર્યમાંથી પૈસા કમાઈએ છીએ. આ પાડો મેળામાં પહોંચેલ 15 ભેંસોને હરાવીને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બન્યો હતો. રાજસ્થાન સરકારના મંત્રીઓ સન્માન કરશે. આ પહેલા પણ અનમોલે ઘણા રાજ્યોમાં આયોજિત મેળામાં ઘણા એવોર્ડ જીત્યા છે.
જાણો આ અનમોલ પાડો દરરોજ શું ખાય છે અને કેવી લાઇફસ્ટાઇલ ધરાવે છે
અનમોલની વૈભવી લાઇફસ્ટાઇલની કિંમત ઘણી વધારે છે. અનમોલનાં સ્વાસ્થ્ય અને શક્તિને જાળવવા માટે તેના માલિક ગિલ એના આહાર પર દરરોજ આશરે 1,500 રૂપિયા ખર્ચે છે, જેમાં સૂકાં ફળો અને ઉચ્ચ કેલરીવાળા ખોરાકનો સમાવેશ થાય છે. મેનુમાં 250 ગ્રામ બદામ, 30 કેળાં, 4 કિલો દાડમ, 5 લિટર દૂધ અને 20 ઈંડાંનો સમાવેશ થાય છે. આ સિવાય એ ઓઈલ કેક, લીલો ચારો, ઘી, સોયાબીન અને મકાઈ પણ ખાય છે. આ વિશેષ આહાર ખાતરી કરે છે કે અનમોલ હંમેશાં પ્રદર્શનો અને પ્રજનન માટે તૈયાર રહે છે.
અનમોલના વીર્ય, અઠવાડિયામાં બેવાર એકત્ર કરવામાં આવે છે, સંવર્ધકોમાં એની ખૂબ માગ છે. દરેક નિષ્કર્ષણની કિંમત 250 રૂપિયા છે અને એનો ઉપયોગ સેંકડો પશુઓના સંવર્ધન માટે થઈ શકે છે. વીર્યના વેચાણથી થતી સ્થિર આવક ગિલને દર મહિને 4-5 લાખ રૂપિયાની કમાણી કરવામાં મદદ કરે છે, જે તેમને પાડાના જાળવણીના ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરે છે. આ પાડો સોશિયલ મીડિયા પર પણ ટૉકિંગ પોઇન્ટ બન્યો છે.
આ પણ વાંચો…ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે IAS મોના ખંધારની નિમણૂક