ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો આ નિયમ જાણી લેજો

Text To Speech
  • સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા
  • રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે
  • ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ

અમદાવાદમાં નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો આ નિયમ જાણી લેજો. સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. નિયમ તોડનાર પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે તેમજ ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે. શહેરમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા બનાવતી વખતે નીકળતા ડીમોલીશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે

શહેરના જાહેર રસ્તા કે ફુટપાથ તેમજ અન્ય જગ્યાએ નિકાલ કરનારા પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. મ્યુનિસિપલ હદ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કે નવા બાંધકામ જેવા કારણોથી ઉતપન્ન થતા માટી, પુરણી ,બિલ્ડિંગ ડેબરીઝ વગેરે નાખવા સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. આ પ્લોટમાં નાગરીકોએ તેમના સ્વખર્ચે ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવવાનો રહેશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.

ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ઉતપન્ન થતા ડીમોલીશન વેસ્ટના યોગ્ય નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્ત અમલ કરાવવા તંત્રને તાકીદ કરી છે. કોઈ કારણસર નાગરિકો તેમના મકાનના ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરી શકે એમ ના હોય તે સી.સી.આર.એસ. ઉપર 155303 નંબર ઉપર ફરિયાદ નોંધાવી નિયત દર ચૂકવી ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવી શકશે. આ એસ.ઓ.પી.સરકારી, મ્યુનિ.ના નવા પ્રોજેકટમાં પણ લાગૂ પડશે. શહેરના સાત ઝોનમાં જાહેર જગ્યા, રસ્તા કે ફુટપાથ ઉપર ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: બે મહિલાએ વૃદ્ધને ગાર્ડનમાં લઇ જઇ ફસાવ્યા અને રૂ. 39,000 ટ્રાન્સફર કરાવ્યા

Back to top button