Video: સ્વર્ગસ્થ પિતાની રાખમાંથી ઉગાડ્યો ગાંજો, કશ ખેંચ્યો અને બોલી…
અમેરિકા, 21 નવેમ્બર, દરેક વ્યક્તિ પાસે તેમના પૂર્વજો પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવાની પોતાની અલગ અલગ રીતો હોઈ શકે છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈ પિતાની અંતિમ ઈચ્છા હોય કે તેમની રાખનો ગાંજો બને અને તેમની પુત્રી પીવે? માનવામાં નહીં આવે પરંતુ આ હકીકત છે. આ જીબોગરીબ કિસ્સો અમેરિકાનો છે. અમેરિકાની 39 વર્ષીય યુટ્યુબર સેસનના પાનસિનોએ તેના પિતાને વિચિત્ર શ્રદ્ધાંજલિ આપી છે. તેના પિતાની રાખમાંથી ઉગાડવામાં આવેલા ગાંજાનો કસ ખેચતા તેણે ખુલાસો કર્યો કે મરતા પહેલા તેમના પિતાની આજ અંતિમ ઇચ્છા હતી.
We lost my dad about 5 years ago to Leukemia. He was the best. His dying wish was to be grown into a cannabis plant and be smoked.
So that’s what I did.
The first episode of my new podcast, Rodiculous is dedicated to him. Link to full episode is on @RodiculousPod.
Love and… pic.twitter.com/IUKiZABWkn
— Rosanna Pansino (@RosannaPansino) November 17, 2024
અમેરિકન યુટ્યુબર રોસન્ના પાનસિને જણાવ્યું કે, વર્ષો પહેલા તેના પિતાએ તેની માતાને અંતિમ ઇચ્છા કહેતા કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે તેઓ તેની રાખને માટીમાં ભેળવે અને ગાંજાના છોડ ઉગાડે અને તેમાંથી તૈયાર ગાંજાથી ધૂમ્રપાન કરે. મારી માતા લોકો શું કહેશે તે વિચારતી હતી. પરંતુ મે પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરી. કેલિફોર્નિયામાં એક લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતાની મદદથી ગાંજાના છોડ ઉગાડયો. ત્યારબાદ ગુલાબી સેલિંગ કાગળમાં જોઈટ બનાવ્યું. એક જોઈન્ટ તૈયાર કરીને તેને ધૂમ્રપાન કર્યું હતું. સ્વાભાવિક રીતે તમે આ વાંચીને દંગ રહી જશો, પરંતુ YouTuber એ પણ આવો જ દાવો કર્યો છે.
રોસન્નાએ વધુમાં કહ્યું કે, મારી માતા શરૂઆતમાં લોકો શું કહેશે તે અંગે ખૂબ અચકાતી હતી. કારણ કે તમે જાણો જ છો કે વાતનું વહાણ થવામાં લાંબો સમય નથી લાગતો. પરંતુ તે મારા પિતા સાથે સંબંધિત હોવાથી હું તેમને તે જ સન્માન આપીશ જે તેઓ ઇચ્છતા હતા. તેણીએ કહ્યું કે તેના પિતા એક દબંગ અને સહેજ વિદ્રોહી મીજાજના વ્યક્તિ હતા અને હું પણ પિતાની પુત્રી તરીકે તેમના પગલે ચાલીશ.
કોણ છે આ યુવતી?
અમેરિકાના સિએટલની 39 વર્ષીય યૂટ્યૂબર રોસન્ના તેની ‘નર્ડી ન્યૂમિજ યૂટ્યૂબ બેકિંગ સીરીજ’ માટે જાણીતી છે, જે તેણે 2011 માં શરૂ કરી હતી. તેના મુખ્ય યૂટ્યૂબ ચેનલ @rosannapansino પાસે આશરે દોઢ કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. તે ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ ઓથર પણ છે. કેટલાક લોકો તેને વ્યક્તિગત સ્વતંત્રતાના સન્માન અને પ્રિયજનની અંતિમ ઈચ્છા માની રહ્યા છે, તો કેટલાક તેને અસંવેદનશીલ અને અસામાન્ય ગણાવીને ટીકા કરી રહ્યા છે.
રોસનોએ 16 નવેમ્બરના ‘રોડીક્યુલસ પોડકાસ્ટ’ નામના તેના નવા પોડકાસ્ટનો પ્રથમ એપિસોડ રજૂ કર્યો. તેણીએ આ નવું સ્ટાર્ટઅપ તેના પિતાને સમર્પિત કર્યું, જેમને તે પ્રેમથી ‘પાપા પિઝા’ કહી બોલાવતી હતી. તેણે જણાવ્યું કે છ વર્ષ સુધી લ્યુકેમિયા સામે ઝઝુમતા બાદ તેના પિતાનું અવસાન થયું.
આ પણ વાંચો….ખેડૂતની કિસ્મત ચમકી: ખેતરમાંથી મળ્યો ૭ કેરેટનો હીરો, અધધ કિંમત છે..