CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોમનાથ મંદિરે દર્શન સાથે ગુજરાત સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન-પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી
સોમનાથ, 21 નવેમ્બર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના પ્રારંભ પહેલાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રીએ પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરા સાથે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનાં ભાવપૂર્વક દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી તેમજ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. pic.twitter.com/ksaSvRc2Ad
— CMO Gujarat (@CMOGuj) November 21, 2024
સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને CMએ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી
સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ મુખ્યમંત્રીનું પૂષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યુમેન્ટરીનું વિમોચન પણ કર્યું હતું.
આ પણ જૂઓ: ગુજરાતમાં અનુસૂચિત જાતિના ૪ હજાર વિદ્યાર્થીઓની રૂ. ૬૧૬ કરોડથી વધુની લોન મંજૂર