ટ્રેન્ડિંગધર્મ

બુધની વૃશ્ચિક રાશિમાં ઉલટી ચાલ, તમામને અસર, પરંતુ ચમકશે ત્રણ રાશિનું ભાગ્ય

Text To Speech
  • બુધની ઉલટી ચાલ આમ તો તમામ 12 રાશિને સારી-ખોટી અસર કરશે, પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેને બુધ શુભ પરિણામ પણ આપશે

HD ન્યુઝ ડેસ્કઃ ગ્રહોનો રાજકુમાર બુધ ટૂંક સમયમાં જ વક્રી ચાલ ચાલવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર થોડા સમયમાં બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, આવી સ્થિતિમાં બુધ વક્રી ચાલ ચાલવા લાગશે. બુધની ઉલટી ચાલ તમામ 12 રાશિઓને અલગ-અલગ રીતે અસર કરશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેને તેનો સંપૂર્ણ લાભ મળશે. જાણો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે.

વૃશ્ચિક (ન,ય)

વૃશ્ચિક રાશિના જાતકોને બુધની વક્રી સ્થિતિથી લાભ થશે. આ જાતકોને સમાજમાં સન્માન મળશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે અભ્યાસના ક્ષેત્રમાં સફળતાની તકો રહેશે. આરોગ્યની દૃષ્ટિએ પણ આ સમય સારો રહેવાનો છે. કોઈ ગંભીર જૂના રોગ ઠીક થઈ જશે. આર્થિક મજબૂતાઈ જળવાઈ રહેશે.

બુધની વૃશ્ચિક રાશિમાં ઉલટી ચાલ, તમામને અસર, પરંતુ ચમકશે ત્રણ રાશિનું ભાગ્ય hum dekhenge news

વૃષભ (બ,વ,ઉ)

વૃષભ રાશિના જાતકો માટે બુધની વક્રી ચાલ શુભ રહેશે. આ રાશિમાં જન્મેલા થેરેપિસ્ટ, સલાહકારો, શિક્ષકો, કોચ, કન્સલ્ટન્ટ, વકીલો, અભિનેતાઓ અને વક્તાઓને સૌથી વધુ ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન તમને સારી કમાણી થશે. તમને તમારા લવ પાર્ટનર તરફથી પણ પૂરો સહયોગ મળશે.

સિંહ (મ,ટ)

સિંહ રાશિના જાતકોને બુધની વક્રી અવસ્થાથી સકારાત્મક પરિણામ મળશે. આ લોકોને પોતાના ઘર અને પરિવારને સજાવવા માટે પૈસા ખર્ચવા પડશે, જેનાથી તેમનું મન ખુશ રહેશે. નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત હશે, તેથી વૈભવી જીવન જીવવું સરળ રહેશે. આરોગ્ય અને લવલાઈફ પણ ખુશહાલ રહેશે.

આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ બનશે મહાવિનાશકારી પિશાચ યોગ, આ ત્રણ રાશિઓ પર સંકટ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

Back to top button