ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ પહેલા MVAમાં સીએમ પદ માટે ખેંચતાણ

Text To Speech

મુંબઈ, તા. 21 નવેમ્બર, 2024: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર બુધવારે મતદાન યોજાયું હતું. શનિવારે ચૂંટણાી પરિણામ જાહેર થશે. પરંતુ આ પહેલા મહાવિકાસ આઘાડીમાં મુખ્યમંત્રી પદને લઈ નિવેદનબાજી શરૂ થઈ છે. MVAના નેતાઓમાં સીએમને લઈ ખેંચતાણ જોવા મળી રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, નવી સરકારમાં સીએમ કોંગ્રેસના હશે. જ્યારે ગઠબંધન સહયોગી અને શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે પટોલેના નિવેદન પર કહ્યું- અમે નહીં માનીએ.

નાના પટોલેએ કહ્યું, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં આઘાડી સરકાર બનશે. રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો સૌથી વધારે ચૂંટાશે. અઘાડી સરકાર બનશે. તેમના નિવેદનને સંજયે રાઉતે ફગાવતાં કહ્યું, અમે નહીં માનીએ.. અમે લોકો બેઠક કરીને નક્કી કરીશું. જો નાના પટોલેને રાહુલ ગાંધી,. પ્રિયંકા ગાંધી અને ખડગેએ કહ્યું હોય કે તમે સીએમ બનશો તો તેની જાહેરાત કરવી જોઈએ.

પટોલે અને સંજય રાઉત વચ્ચે નિવેદનબાજી થઈ હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા પણ બંનેએ હરિયાણામાં કોંગ્રેસની હાર પર નિવેદન આપ્યા હતા. અહેવાલો અનુસાર, પશ્ચિમી રાજ્યમાં 1995 પછી બીજી વખત સૌથી વધુ મતદાન થયું છે. મતદાનનો આંકડો 65 ટકાને વટાવી ગયો હતો. હવે બે મોટા ગઠબંધન, મહાયુતિ અને મહાવિકાસ આઘાડી આ સંબંધમાં પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. તે દરમિયાન રાજ્યમાં 61.39 ટકા મતદાન થયું હતું. 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ 61.4 ટકા મતદાન થયું હતું.

Exit Poll પર સંજય રાઉતે શું કહ્યું, જૂઓ વીડિયો


આ પણ વાંચોઃ બ્રા-પેન્ટી પહેરીને રિપોર્ટિંગ કરતી યુવતિને જોઈ લોકો પણ શરમાઈ ગયા, વીડિયો થયો વાયરલ

Back to top button