ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાકાંડ : કોર્ટમાં 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોવિઝનલ ચાર્જ રજૂ કરાયું

Text To Speech

મોરબી, 20 નવેમ્બર : મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટનાકાંડમાં 135 જેટલા નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જે પ્રકરણ મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે આ ગુનાના તમામ 10 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં સરકાર તરફથી પ્રોવિઝનલ ચાર્જ રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે આરોપીએ તેમની સામે કરાયેલો ગુનો બનતો ન હોવાનો દાવો કર્યો હતો. આ ઘટનામાં 10 આરોપીએ ચાર વકીલ મારફતે કોર્ટમાં અલગ-અલગ 5 ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેમાં સરકાર દ્વારા અરજીને લઈને વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે.

શું કહે છે સમગ્ર ઘટનામાં સરકારી વકીલ

આ દરમિયાન મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કહ્યું હતું કે, મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝૂલતા પુલની મુદત હતી. ગઈ મુદતમાં કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં કોર્ટે પ્રોવિઝનલ ચાર્જ રજૂ કરવા કહ્યું હતું. જેમાં 10 આરોપી વિરુદ્ધ IPC કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ નોંધાયેલી ફરિયાદના આધારે પ્રોવિઝનલ ચાર્જ રજૂ કરવામાં આવ્યું છે.’

ઝૂલતા પુલ દુર્ઘટનાકાંડમાં 135 લોકોના મોત થયા હતા

મહત્વનું છે કે, મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ જાણીતા ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. જો કે, પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રૂપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :- સટ્ટા બજાર અનુસાર કોની સરકાર બનવા જઈ રહી છે, મહારાષ્ટ્રનું અનુમાન રસપ્રદ છે

Back to top button