નેસ્ટ સિન્ડ્રોમ શું છે? જેના કારણે વૃદ્ધ યુગલો પણ લઈ રહ્યા છે છૂટાછેડા
HD ન્યૂઝ ડેસ્ક, 20 નવેમ્બર: હિન્દુ ધર્મમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે. પણ હવે આ સંબંધ એક જીંદગી પણ ટકતો નથી, સાત જન્મ તો બહુ દૂરની વાત છે. લગ્ન પછી જો સંબંધો સારા ન ચાલતા હોય તો લોકો કોઈ પણ સંકોચ વગર અલગ થઈ જતા હોય છે. હવે છૂટાછેડા(Divorce) લેવા એ મોટી વાત નથી રહી. પરંતુ આવું માત્ર યુવાનોમાં જ નથી થઈ રહ્યું પરંતુ વૃદ્ધો પણ છૂટાછેડા લઈને અલગ થવા લાગ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં છૂટાછેડાના કેસ બમણા થઈ ગયા છે. આ કપલ પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યું છે. આને ગ્રે ડિવોર્સ કહેવાય છે. નેસ્ટ સિન્ડ્રોમ આ ઉંમરે છૂટાછેડા(Divorce) પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ચાલો જાણીએ નેસ્ટ સિન્ડ્રોમ(Nest syndrome) શું છે જે વૃદ્ધોમાં છૂટાછેડાનું મુખ્ય કારણ બની રહ્યું છે?
નેસ્ટ સિન્ડ્રોમ શું છે?
એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ એ એક એવી સ્થિતિ છે જેમાં માતાપિતા તેમના ઘરમાં એટલે કે સપનાના માળામાં એકલા પડી જાય છે. તેમના બાળકો અભ્યાસ અને નોકરીના કારણે ઘરની બહાર જાય છે. આવી સ્થિતિમાં સિંગલ પેરેન્ટ્સ દુઃખી અને એકલતા અનુભવવા લાગે છે. ઘણી વખત આ સિન્ડ્રોમનો શિકાર બન્યા પછી પણ લોકો લક્ષણો ઓળખી શકતા નથી.
ગ્રે ડિવોર્સ શું છે?
ગ્રે ડિવોર્સએ(Gray Divorce) એવી સ્થિતિ છે જ્યારે લોકો લગ્ન જીવનમાં લાંબો સમય વિતાવ્યા પછી અલગ પડે છે. 50-60 વર્ષની ઉંમરે તેઓ છૂટાછેડા લે છે અને અલગ થઈ જાય છે. આટલા લાંબા સમય સુધી સાથે રહ્યા પછી અલગ થવાને સિલ્વર સ્પ્લિટર્સ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં ગ્રે ડિવોર્સ ના કેસ ઝડપથી વધી રહ્યા છે.
મોટી ઉમરે છૂટાછેડાના કારણો શું છે?
વિદેશ જતા બાળકો – ઉંમરના આ તબક્કે અલગ થવાનું મુખ્ય કારણ જીવનમાં એકલતા છે. મોટા ભાગના યુગલોના બાળકો કાં તો વિદેશમાં સ્થાયી થયા છે અથવા નોકરી માટે અન્ય કોઈ શહેરમાં સ્થાયી થયા છે. આવી સ્થિતિમાં માતા-પિતા એકલા રહે છે અને ઝઘડા વધે ત્યારે અલગ થઈ જાય છે.
આસક્તિ ગુમાવવી – એક ચોક્કસ ઉંમર પછી, એકબીજા સાથે જોડાણ સમાપ્ત થવા લાગે છે. દરેક મુદ્દે લડાઈ વધે છે. ઘણી વખત લોકો પોતાના પરિવારના કારણે બધું સહન કરતા હોય છે. પરંતુ બાળકો સ્વતંત્ર થયા પછી દંપતી અલગ થવાનો નિર્ણય કરે છે.
બાળકોનું અલગ થવું- ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે લગ્ન પછી બાળકો પોતાના માતા-પિતાથી દૂર થઈ ગયા છે. તેમની સાથેના સંબંધો ખૂબ જ મર્યાદિત રહ્યા છે. જેના કારણે તણાવ અને અણબનાવ વધવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો અલગ થવાનું નક્કી કરે છે.
અપેક્ષાઓ પૂર્ણ થતી નથી – જ્યારે બે લોકો સાથે રહે છે, ત્યારે હંમેશા અપેક્ષાઓ હોય છે. લગ્ન પછી લોકોને એકબીજા પાસેથી અપેક્ષાઓ હોય છે. તેમને પૂર્ણ કરતાં જીવન પસાર થાય છે. પરંતુ ચોક્કસ સમય પછી અપેક્ષાઓ પૂરી કરવી મુશ્કેલ બની જાય છે અને લોકો અલગ રહેવા લાગે છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર- લગ્ન હવે કોઈ બંધન નથી. લોકો સોશિયલ મીડિયા પર વ્યસ્ત છે. નવા સંબંધો બનાવવા. કોઈપણ ઉંમરના લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ધરાવતા હોય છે. જે સંબંધો તૂટવાનું કારણ બની રહ્યું છે.
આ પણ વાંચો : ભારતનું એ ગામ જ્યાં બાળક જન્મતાની સાથે જ બની જાય છે કરોડપતિ, જાણો કેવી રીતે
ક્રૂરતા..! દીપડાને રાંધીને ખાઈ ગયા, વનવિભાગે હાથ લાગ્યું માત્ર કપાયેલું માથું
EMI વધશે, SBIએ વ્યાજદરમાં કર્યો વધારો: તમામ લોનને અસર થશે
2 રૂપિયાના શેરમાં વિદેશી રોકાણકારોને પડ્યો રસ, ભાવ પહોંચ્યો આસમાને, શું છે તમારી પાસે?
લગ્નસરાની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 7 દિવસમાં કેટલો ઘટ્યો ભાવ
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw