ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતી થઈ જાહેર, થઈ જાવ તૈયાર

Text To Speech

નવી દિલ્હી, ૨૦ નવેમ્બર, ગુજરાતમાં તબીબી ભરતીને લઈને એક ખુશખબર આવ્યા છે. GPSCએ રાજ્યમાં આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગમાં 2 હજાર કરતાં પણ વધુ લોકોને ઉત્તમ તક મળી શકે છે. તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા સાથે જનરલ સર્જન અને ગાયનોકોલોજિસ્ટની જગ્યા પર પણ ભરતી કરવામાં આવશે. આ માટેનો વિસ્તૃત કાર્યક્રમ પણ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

GPSC દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત 1500 જેટલા ડૉક્ટરની પણ ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની 200 જગ્યા ભરવામાં આવશે. ફિઝિશિયનની 227 જગ્યા, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી કરાશે તેમજ વીમા અધિકારીની 147 જગ્યા પર ભરતી કરાશે. GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં આવતીકાલ 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ”ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે”.

ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ -2ના તબીબી અધિકારી, કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના વીમા તબીબી અધિકારી(એલોપેથીક), વર્ગ -2 અને સામાન્ય રાજ્ય સેવા, વર્ગ -2ના વિવિધ વિષયના ટ્યટુર, વર્ગ-2ની 1868 જગ્યાઓ માટે MBBSની શૈક્ષણિક લાયકાત સાથે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં અનુભવ માંગવામાં આવ્યો નથી.

આ પણ વાંચો….Whatsapp પર આવી રહી છે લગ્નની કંકોત્રી? તો ચેતી જજો નહિ તો..

Back to top button