ઠંડીમાં વધી શકે છે અસ્થમાની તકલીફ, આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
- ઠંડી હવા અને શુષ્ક વાતાવરણ અસ્થમાની તકલીફ વધારી શકે છે, પરંતુ કેટલીક સાવચેતી રાખવાથી તમે શિયાળાની ઋતુમાં પણ આરામથી જીવી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળાની ઋતુ તો આપણને ગમે છે, પરંતુ આ ઋતુમાં અસ્થમાના દર્દીઓની સમસ્યાઓ ઘણી વધી જાય છે. ફેફસાને લગતી આ બીમારીમાં દર્દીને શિયાળાની ઋતુમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડી બેદરકારી પણ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. ઠંડી હવા અને શુષ્ક વાતાવરણ અસ્થમાની તકલીફને વધારી શકે છે, પરંતુ કેટલીક સાવચેતી રાખવાથી તમે શિયાળાની ઋતુમાં પણ આરામથી જીવી શકો છો .
અસ્થમાના દર્દીઓ માટે શિયાળામાં શરીરની ગરમી જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ છે. આ સાથે તેજ પવનથી બચવું જોઈએ. અસ્થમાના દર્દીઓ માટે કેટલીક ટિપ્સ જેની મદદથી તેઓ પોતાને ફિટ રાખી શકે છે.
અસ્થમાના દર્દીઓ માટે લાભકારી છે આ ટિપ્સ
શરીરને ગરમ રાખો
શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવું ખૂબ જ જરૂરી છે. ઠંડીના કારણે શરીરમાં સોજા આવી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. ઉનના કપડાં પહેરો અને તમારા શરીરને ઢાંકીને રાખો. મોજા, અને ટોપી ખાસ પહેરો.
ભેજ જાળવો
શિયાળામાં હવા શુષ્ક બની જાય છે જે શ્વસન માર્ગમાં બળતરા પેદા કરી શકે છે. તેથી હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.
ઘરમાં કેટલાક છોડ વાવો જે હવામાં ભેજ જાળવવામાં મદદ કરે છે.
સમયસર દવાઓ લો
તમારા ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ સમયસર દવાઓ લો. હંમેશા તમારી સાથે ઈન્હેલર રાખો. ઇન્હેલરનો યોગ્ય રીતે ઉપયોગ કરો
ધૂળથી બચો
ધૂળથી બચવા માટે ઘરને સાફ રાખો અને પથારી તેમજ પડદાને નિયમિત રીતે ધુઓ.
વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો અને ધૂળથી બચવા માસ્ક પહેરો
ડોક્ટરના નિયમિત સંપર્કમાં રહો
જો તમને કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. અસ્થમાના પેશન્ટ હો તો ડોક્ટરના નિયમિત સંપર્કમાં રહો.
અન્ય ઉપયોગી ટિપ્સ
- ગરમ ચા, કોફી અથવા ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવો. ગરમ પીણાં પીતા રહો
- તળેલો ખોરાક ઓછો ખાઓ
- નિયમિત હળવી કસરત કરો.
- તણાવ ઓછો કરો, તણાવ પણ તમારી બીમારી વધારી શકે છે
- સિગારેટના ધુમાડાથી દૂર રહો. અસ્થમાના હુમલાથી બચવા માટે તમે આ ખાસ કરો.
- ઠંડી હવાથી બચો. સિગારેટના ધુમાડાથી દૂર રહો
આ પણ વાંચોઃ ઠંડીમાં હીટર વગર જ રૂમને ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ