Whatsapp પર આવી રહી છે લગ્નની કંકોત્રી? તો ચેતી જજો નહિ તો..
નવી દિલ્હી, ૨૦ નવેમ્બર, લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને લોકો પાસે ઇન્વિટેશન પહોંચવાના શરૂ થઈ ગયા છે. જોકે બદલાતા સમયમાં લોકોને ઇન્વિટેશન આપવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હાલના આધુનિક યુગમાં હવે લોકો લગ્નના કાર્ડ પણ Whatsapp પર જ મોકલી દે છે. જેથી લોકોનો સમય પણ બચે છે. પરંતુ લગ્નસરની કંકોત્રી કે રિસેપ્શનનું કાર્ડ વોટ્સએપ ઉપર મોકલીને સાયબર ઠગો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. વોટ્સએપમાં આવેલી લગ્નની કંકોત્રી ડાઉનલોડ કરીને ઓપન કરતાની સાથે જ સાયબર ગઠિયાઓ પાસે તે ફોનનો તમામ ડેટા પહોંચી જાય છે. ત્યારબાદ ગઠિયાઓ તે ડેટાના આધારે લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે.
આજકાલ સાયબર ગુનેગારો માત્ર બેંક ખાતાની માહિતી ચોરવા પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ હવે તેઓ વોટ્સએપ પર લગ્નના આમંત્રણ જેવા સાદા સંદેશાઓ દ્વારા પણ છેતરપિંડી કરી શકે છે. સાયબર ઠગો હવે મોબાઈલ પર સોશિયલ મીડિયા દ્વારા લગ્નના આમંત્રણ મોકલીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ડિજિટલ લગ્ન આમંત્રણ મોકલે છે, પરંતુ વાસ્તવમાં તેઓ તમારા ઉપકરણ અને ડેટાને જોખમમાં મૂકી શકે છે. લગ્નના આમંત્રણ પત્રના રૂપમાં અજાણ્યા નંબર પરથી apk ફાઇલ મોકલવામાં આવે છે. તમે આ APK ફાઇલો ખોલતાની સાથે જ, આ જોડાણ તમારા ફોન અથવા ઉપકરણ પર વાયરસ અથવા માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે. આનાથી હેકર્સ તમને જણાવ્યા વિના મેસેજ મોકલી શકે છે અને પૈસા ચોરી કરી શકે છે. આ સ્કેમ ત્યારે શરૂ થાય છે કે જ્યારે કોઈ અજાણ્યા નંબરથી WhatsApp પર લગ્ન માટે નકલી આમંત્રણ આવે છે. લોકો જોઈ જાણીતી વ્યક્તિનું હશે એમ વિચારીને આ ઇન્વિટેશન કાર્ડને જોવા માટે ફાઇલ ડાઉનલોડ કરે છે, જેથી સ્કેમર્સ ફોનને કંટ્રોલ કરી શકે છે.
જાણો શું કહ્યું પોલીસ
આ ઘટના અંગે સાયબર ક્રાઈમના અધિકારીએ જણાવ્યું છે કે, લગ્નસરાની કંકોત્રી કે રિસેપ્શનનું કાર્ડ વોટ્સએપ ઉપર મૂકીને છેતરપિંડી કરવામાં આવી હોવાની 2 થી 3 ફરિયાદ આવી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તેમનું કહેવુ છે કે, સાઈબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી કરવા રોજે રોજ અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને તેમજ શેરબજારમાં રોકાણના બહાને સાયબર ગઠીયાઓએ કરોડો રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ હવે લગ્ન તેમજ રિસેપ્શનનું ઈન્વીટેશન કાર્ડ મૂકીને છેતરપિંડી કરવાનું શરૂ કર્યું છે.
પોલીસ સાવધાન રહેવા માટેની એડવાઈઝરી જારી કરી
ડિજિટલ કાર્ડ APK ફાઈલ વાળા હોય છે. જેથી તેણે ઓપન કરવું નહિ. આ ફાઈલ મોબાઈલમાં વાયરસ ઇન્સ્ટોલ કરે છે. જેનાથી ગઠિયા કોન્ટેક લિસ્ટ, ફોટો ગેલેરી, બેંક ડિટેઇલ, વોટ્સએપ પણ હેક કરી શકે છે. તમે જે વ્યક્તિને ઓળખતા નથી કે નંબર સ્ટોર ન હોય તેના પરથી આવતા ઇન્વિટેશન ઓપન ન કરો. કોઈપણ એપ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. સાયબર ગઠીયાઓથી બચવા માટે લોકોએ એલર્ટ રહેવું પડશે. અજાણ્યા નંબર પરથી આવતી લીંક, એપ્લીકેશન, ઈન્વીટેશન કાર્ડ, અજાણ્યા વ્યકિતઓના ફોન, પોલીસ તરીકે ઓળખાણ આપી કરવામાં આવતી વાત ટાળવી જોઈએ. શંકા જાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર 1930 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો..Vivo X200 અને Vivo X200 Pro ગ્લોબલ માર્કેટમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ