પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 12 સૈનિકો માર્યા ગયા; ઘણા ઘાયલ
પાકિસ્તાન, 20 નવેમ્બર 2024 : પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર સુરક્ષા જવાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને જોઈન્ટ ચેકપોસ્ટ પર ટક્કર મારી હતી, જેમાં 12 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. બુધવારે માહિતી આપતાં સેનાએ કહ્યું કે ત્યારપછીના એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે.
સેનાએ શું કહ્યું?
સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) એ જણાવ્યું કે, આતંકવાદીઓએ મંગળવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના મલીખેલ વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ પોસ્ટમાં પ્રવેશવાના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ISPRએ જણાવ્યું હતું કે આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આસપાસના માળખાને નુકસાન થયું હતું, પરિણામે 10 સુરક્ષા દળો અને બે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના કર્મચારીઓ સહિત 12 સુરક્ષા કર્મચારીઓના અવસાન થયા હતા.
પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ વધી
સેનાએ કહ્યું કે ત્યારબાદ થયેલી ગોળીબારમાં છ આતંકીઓ પણ માર્યા ગયા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ એવા સમયે થયું છે જ્યારે દેશના નાગરિક અને સૈન્ય નેતૃત્વએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ “વિશાળ સૈન્ય કાર્યવાહી”ને મંજૂરી આપી છે. સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું કે તેઓ આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર દેશમાં, ખાસ કરીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, છેલ્લા વર્ષમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : શું તમે જાણો છે કેટલી મોટી છે મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા? કેમ કહેવાય છે દેશની આર્થિક રાજધાની
દુનિયાભરમાં મોદીના નામનો ડંકો વાગ્યો, હવે આ બે રાષ્ટ્ર આપશે પોતાનું ‘સર્વોચ્ય સન્માન’
Work Life બેલેન્સ કેમ જરૂરી? Wiproના ચેરમેન રિશાદ પ્રેમજીએ જણાવ્યું કારણ
ગુજરાતઃ નર્સિંગનો અભ્યાસ કરવામાં યુવક-યુવતીઓમાં ઉદાસીનતા? જાણો હજુ કેટલી બેઠકો ખાલી છે?
ચેતવણી! વાવાઝોડા સાથે ભારે વરસાદ, 7 રાજ્યોમાં તીવ્ર ઠંડી; જાણો કેવું રહેશે હવામાન?
ટિકિટ બુકીંગથી લઈને રિઝર્વેશન સુધી, Alexaની મદદથી કરી શકશો આ તમામ કામ
રૂપિયા 185 સુધી જઈ શકે છે આ મોટો શેર, કંપનીનું દેવું ઓછું કરવા પર ફોકસ
પીએમ મોદીની ઈટલી, પોર્ટુગલ, નોર્વેના પ્રમુખો સાથે મુલાકાત, સંબંધો મજબૂત કરવા વિશે ચર્ચા થઈ