મતદાન કરવા ગયેલા અક્ષય કુમારને વૃદ્ધ દ્વારા રોકવામાં આવ્યો, જૂઓ શું કરી ફરિયાદ
- અક્ષય કુમાર અને વૃદ્ધ વચ્ચેની વાતચીતનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે
મુંબઈ, 20 નવેમ્બર: અક્ષય કુમાર આજે બુધવારે જ્યારે મુંબઈ (મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024)માં પોતાનો મત આપવા ગયો ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ તેમને રોક્યા. વૃદ્ધની ફરિયાદ હતી કે, તે વિસ્તારમાં લગાવવામાં આવેલા બાયો ટોયલેટ સડી ગયા હતા. તેઓ કદાચ એ જ બાયો ટોયલેટ વિશે વાત કરી રહ્યા હતા જેને વર્ષ 2018માં અક્ષય કુમારે લગાવ્યા હતા. જેના પર અક્ષય કુમારે જવાબ આપ્યો કે, તે BMC સાથે વાત કરશે. વૃદ્ધે અક્ષય કુમાર પાસે વધુ શૌચાલય બનાવવાની પણ માંગ કરી હતી. અક્ષય અને વૃદ્ધ વચ્ચેની વાતચીતનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જૂઓ વીડિયો
View this post on Instagram
હું વાત કરીશ: અક્ષય કુમાર
વાયરલ વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ અક્ષય કુમારને કહે છે કે, અક્ષય કુમારે જે શૌચાલય બનાવ્યું હતું તે સડી ગયું છે. વૃદ્ધોનું કહેવું છે કે, તેઓ 3-4 વર્ષથી શૌચાલયની જાળવણી કરે છે. જેના પર અક્ષય કુમાર હસીને જવાબ આપે છે કે, “ઠીક છે, ચાલો તેના પર કામ કરી લઈએ. હું BMC સાથે વાત કરીશ.”
વૃદ્ધે શૌચાલય માટે પૂછ્યું
બાદમાં વૃદ્ધ વ્યક્તિએ અક્ષય કુમારને કહ્યું, લોખંડનું બનેલું છે તેથી તે દરરોજ સડી રહ્યું છે. દરરોજ તેમાં પૈસા લગાવવા પડે છે. જેના પર અક્ષય કુમાર જવાબ આપે છે કે, ‘કહી દઉં છું, વાત કરી લઉં છું. BMC તેનું ધ્યાન રાખવાની હતી.’
ફિલ્મ પછી શૌચાલય લગાવવામાં આવ્યું હતું
અક્ષય કુમારની ફિલ્મ “ટોયલેટ: એક પ્રેમ કથા” વર્ષ 2017માં રીલિઝ થઈ હતી. તે સમયે ટ્વિંકલ ખન્નાએ જુહુ બીચની તસવીર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે, લોકો ખુલ્લામાં શૌચ કરી રહ્યા છે. આ પછી, વર્ષ 2018માં, અક્ષય કુમારે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સાથે મળીને જુહુ અને વર્સોવા બીચ પર 10 લાખ રૂપિયાના બાયો ટોયલેટ લગાવ્યા હતા.
આ પણ જૂઓ: Maharashtra Elections/ અક્ષય કુમાર સહિત આ સ્ટાર્સે આપ્યો વોટ, મીડિયા સાથે વાત કરી