ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

માત્ર ટોવેલ પહેરીને મહિલાએ પુરુષોને આપી આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શુભેચ્છા! જૂઓ વીડિયો

  • યુઝર્સે શહીદોના નામે બનેલા સ્મારક પર અભદ્ર ડાન્સને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી, 20 નવેમ્બર: માત્ર સફેદ ટોવેલ પહેરીને એક મહિલાએ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર પુરુષોને શુભેચ્છા પાઠવી છે અને સફેદ ટોવેલમાં મહિલાએ ઈન્ડિયા ગેટ પર ડાન્સ પણ કર્યો છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે શહીદોના નામે બનેલા આ સ્મારક પર આવા અભદ્ર ડાન્સને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે. ઘણા લોકો દિલ્હી પોલીસને ટેગ કરીને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાતી મહિલા એક મોડલ છે જે પહેલાથી જ તેની અભદ્ર પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર આવી ચુકી છે.

જૂઓ મહિલાનો વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

અગાઉ પણ દુર્ગા પૂજા દરમિયાન ચર્ચામાં હતી

સન્નતિ મિત્રા નામની આ મોડલે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં જણાવ્યું છે કે, તે 2017માં મિસ કોલકાતા રહી છે. સન્નતિ ઇન્સ્ટાગ્રામની જાણીતી સ્ટાર છે. આ પ્લેટફોર્મ પર લગભગ 18 લાખ લોકો તેને ફોલો કરે છે. સન્નતિ અગાઉ પણ દુર્ગા પૂજા દરમિયાન ચર્ચામાં આવી હતી. તેણીએ અન્ય બે મોડલ સાથે દુર્ગા પૂજા પંડાલની તસવીરો શેર કર્યા બાદ લોકો ખૂબ ગુસ્સે થયા હતા. લોકોએ તેના કપડાને અભદ્ર કહીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

સન્નાટીએ હવે ઈન્ડિયા ગેટની સામે ટોવેલમાં ડાન્સ કરીને લોકોને ગુસ્સે કર્યા છે. મંગળવારે સન્નતિએ આ વીડિયો સાથે ‘હેપ્પી ઇન્ટરનેશનલ મેન્સ ડે’ની શુભેચ્છા પાઠવી હતી. વીડિયોમાં તે ‘મેરે ખ્વાબોં મેં જો આયે…’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સાર્વજનિક સ્થળે એક મહિલાને ટોવેલ લપેટીને ડાન્સ કરતી જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

લોકોએ આપી પોતાની પ્રતિક્રિયા

X પર એક યુઝરે લખ્યું કે, “આ મહિલા ઈન્ડિયા ગેટ જેવી સાર્વજનિક જગ્યાઓ પર અભદ્ર વીડિયો બનાવી રહી છે. હું દિલ્હીના મુખ્યમંત્રી અને દિલ્હી પોલીસને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને કેસ નોંધવાની વિનંતી કરવા માંગુ છું.” અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ મિસ કોલકાતા-2017 સન્નતિ મિત્રા છે. ઈન્ડિયા ગેટ દિલ્હીનો નજારો છે. રીલ બનાવનારાઓની બેશરમીના કારણે અહીંનું વાતાવરણ દિનપ્રતિદિન વધુ પ્રદૂષિત થઈ રહ્યું છે. પરિવાર સહિત ફરવા આવેલા લોકોને દરરોજ ઘણી અગવડતાનો સામનો કરવો પડે છે.”

આ પણ જૂઓ: JCB પરથી કાગળની જેમ લાખો રૂપિયાનો વરસાદ! UPમાં થયેલા ભવ્ય લગ્નનો વીડિયો વાયરલ, જૂઓ

Back to top button