ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: નકલી જજ મોરિસ સેમ્યુલ ક્રિશ્ચિયનની મુશ્કેલીઓમાં વધારો થયો

Text To Speech
  • કોર્ટે આરોપી મોરિસ ક્રિશ્ચિયનને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ
  • અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યકિતઓને પધરાવી
  • નકલી જજ બનીને કચેરીએ જવા માટે જે મર્સીડીઝ કારનો ઉપયોગ કરતો

અમદાવાદમાં નકલી જજ અને કોર્ટ ઊભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યકિતઓને પધરાવી દેવાનો કૌભાંડ સામે આવ્યો હતો. જેમાં નકલી જજ મોરિસ સેમ્યુલ ક્રિશ્ચિયનની કારંજ પોલીસે વધુ એક ગુનામાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અને ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો.

કોર્ટે આરોપી મોરિસ ક્રિશ્ચિયનને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ

કોર્ટે આરોપી મોરિસ ક્રિશ્ચિયનને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. બીજીબાજુ, નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન મર્સીડીઝ કારનો ઉપયોગ કરતો હતો, તે છુપાવી રાખી તેને લઈને પણ તપાસ શરૂ કરી છે. એએમસીની કરોડો રૂપિયાની જમીનના કિસ્સામાં બોગસ હુકમો કરવાના પ્રકરણમાં કોર્ટના નિર્દેશાનુસાર, કારંજ પોલીસે ગુનો દાખલ કરી આરોપી નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપી નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

આરોપીએ અલગ-અલગ કોર્ટમાંથી જુદા જુદા પ્રકારના આદેશ મેળવ્યા છે

સરકાર પક્ષ તરફથી અધિક સરકારી વકીલ એચ.એસ.પંચાલે અદાલત સમક્ષ રિમાન્ડના કારણો જણાવતાં કહ્યું કે, આરોપી છેલ્લા ઘણાં સમયથી ખોટી રીતે આર્બીટ્રેશન જજ તરીકે કામ કરી રહ્યો હતો તો તેણે અત્યાર સુધીમાં આ પ્રકારે કેટલા બોગસ અને બનાવટી ઓર્ડર કર્યા છે? આરોપીએ કઈ-કઈ જગ્યાએ પોતાની ઓફિસો ખોલી હતી? આરોપીએ અલગ-અલગ કોર્ટમાંથી જુદા જુદા પ્રકારના આદેશ મેળવ્યા છે તે કયા છે? આરોપીએ બનાવટી હુકમો કરીને મેળવેલા નાણાંમાંથી કયાં અને કેટલી મિલકતો વસાવી છે તેની તપાસ કરવાની છે.

આ પણ વાંચો: અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું, જાણો શું મળ્યું 

Back to top button