JCB પરથી કાગળની જેમ લાખો રૂપિયાનો વરસાદ! UPમાં થયેલા ભવ્ય લગ્નનો વીડિયો વાયરલ, જૂઓ
- વીડિયો વાયરલ થવાના કારણે ગામડાના લગ્ન ચર્ચાનો વિષય બની ગયા
નવી દિલ્હી, 20 નવેમ્બર: લોકોએ ઘણા ભવ્ય લગ્ન વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે UPના એક ગામડાના લગ્ન તેના વીડિયો વાયરલ થવાના કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. હકીકતમાં, આ વીડિયોમાં પરિવારના સભ્યો લગ્નને લઈને એટલા ખુશ દેખાઈ રહ્યા છે કે તેઓ તેની ઉજવણી કરવા માટે JCB અને ઘરની છત પર ચઢી ગયા અને કાગળની જેમ નોટોનો વરસાદ કરવા લાગ્યા. આ વીડિયો સિદ્ધાર્થનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જૂઓ આ વાયરલ વીડિયો
सिद्धार्थनगर में बारात पर लुटा दिए करीब बीस लाख। छत और जेसीबी पर चढ़कर नोटों की गड्डी उड़ाने का वीडियो वायरल। लड़के के घर वाले सौ, दो सौ रुपए से लेकर पाँच सौ के नोटों को कागज की तरह हवा में उड़ाते हुए नजर आए। देवलहवा गांव के निवासी अफजाल और अरमान की शादी का बताया जा रहा है वायरल… pic.twitter.com/HZctNgHOBN
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 19, 2024
હકીકતમાં, UPના સિદ્ધાર્થનગર જિલ્લામાં એક લગ્નની ચર્ચા આખી કોલોનીમાં થઈ રહી છે, કારણ કે લગ્નના વરઘોડા દરમિયાન ધાબા અને JCB પર ચઢીને નોટો ઉડાડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં છોકરાના પરિવારના સભ્યો 100, 200 અને 500 રૂપિયાની નોટોને કાગળની જેમ હવામાં ઉડાડતા જોવા મળે છે અને નીચે હાજર લોકો હવામાં ઉડતી નોટોને લૂંટતા જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, આ વાયરલ વીડિયો દેવલહવા ગામના રહેવાસી અફઝલ અને અરમાનના લગ્નનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લગ્નનો વરઘોડા નીકળતી વખતે છોકરાના પરિવારે લગભગ 20 લાખ રૂપિયાનો ઉડાળ્યા હતા. JCB અને ધાબા પર ચડીને યુવકોએ ચલણી નોટોને કાગળની જેમ હવામાં ફેંકી હતી અને તેના કારણે આ વીડિયો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ જૂઓ: એટલી ફ્લેક્સિબિલિટી કે જોવાવાળા લોકોને આંખો પર વિશ્વાસ ન થાય, વીડિયો જોઈને આશ્ચર્ય થશે