ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

G-20માં ભાગ લીધા બાદ PM મોદી બ્રાઝિલથી ગયાના પહોંચ્યા, પ્રમુખ મોહમ્મદ ઈરફાને ભેટી પડ્યા

  • 56 વર્ષમાં ગયાનાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી

જ્યોર્જટાઉન, 20 નવેમ્બર: બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગયાના પહોંચી ગયા છે. ત્યાં પહોંચતા જ ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ તેમને ગળે લગાવ્યા હતા. ઇરફાન અલીએ ખુદ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને ગયાનાની ધરતી પર પગ મૂકતાની સાથે જ ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM મોદી તેમના આ 5 દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન તેમની છેલ્લી મુલાકાતે ગયાના પહોંચ્યા છે. આ પછી તે ભારત પરત ફરશે. તેમની મુલાકાત દરમિયાન PM મોદી ગયાના સંસદની વિશેષ બેઠકને સંબોધિત કરશે. આ સિવાય તેઓ બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે પણ જોડાશે.

વડાપ્રધાન મોદીનું ગુજરાતીઓએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત

વિદેશ મંત્રાલયે આ મુલાકાત વિશે શું કહ્યું?

મળતી માહિતી મુજબ, તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે બીજા ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં પણ હાજરી આપશે. વડાપ્રધાનની ગયાનાની મુલાકાત પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાત ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર થઈ રહી છે. વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત અને ગયાના વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કો મજબૂત થયા છે. પ્રમુખ ઈરફાન અલી પોતે જાન્યુઆરી 2023માં પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ હતા.

જયદીપ મજુમદારે કહ્યું કે, ગયાના સાથે અમારી વિકાસ ભાગીદારી લાંબા સમયની છે અને તે સ્વાસ્થ્ય, કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE)એ દરિયાઈ યાટ બનાવી છે, જે અમે ગયા વર્ષે ગયાનાને સપ્લાય કરી હતી. અમે આ વર્ષે લાઇન ઓફ ક્રેડિટ હેઠળ ગયાનાને બે HAL 228 એરક્રાફ્ટ પણ સપ્લાય કર્યા છે. અંદાજે 30 હજાર આદિવાસી સમુદાયો માટે 30 હજાર ઘરોમાં સોલાર લાઇટિંગ આપવામાં આવી છે. અત્યાર સુધી અમારી પાસે ગયાનાના 800 ITEC ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જેમણે ભારતમાં અભ્યાસ કર્યો છે. અમે હાઈડ્રોકાર્બન સહિત આરોગ્યસંભાળ, શિક્ષણ અને સંરક્ષણના ક્ષેત્રોમાં તેમની સાથે ભાગીદારી કરવા આતુર છીએ.

ગયાનાની મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપતા મજુમદારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પ્રમુખ ઈરફાન અલી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. વિદેશ મંત્રાલયના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગયાના વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતને ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં તેમની સાથે ભાગીદારી કરવાની તક મળશે. આ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને અમને વિવિધ ક્ષેત્રોમાં તેમની સાથે ભાગીદારી કરવાની તકો મળશે.

આ પણ જૂઓ: પ્રદૂષણને લઈ દિલ્હી સરકારે લીધો Work From Homeનો નિર્ણય

Back to top button