ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ભાવનગરના રસ્તા પર 500 રૂપિયાની નકલી નોટ રઝળતી જોવા મળી

Text To Speech
  • કચરાના ઢગલા પાસે 500 રૂપિયાની નકલી નોટનો જથ્થો રસ્તા પર રઝળતો દેખાયો
  • પહેલી નજરે જોતા કોઈપણ વ્યક્તિ આ નોટને અસલી સમજી બેસે તેવી જ દેખાતી
  • સત્ય એસઓજીનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકાશે

ગુજરાતના ભાવનગરના રસ્તા પર 500 રૂપિયાની નકલી નોટ રઝળતી જોવા મળી હતી. ભાવનગરના નવાપરા વિસ્તારમાંથી રોયલ કોમ્પ્લેક્ષની પાછળની સાઈડથી કચરાના ઢગલા પાસે 500 રૂપિયાની નકલી નોટનો જથ્થો રસ્તા પર રઝળતી જોવા મળી હતી.

પહેલી નજરે જોતા કોઈપણ વ્યક્તિ આ નોટને અસલી સમજી બેસે તેવી જ દેખાતી

પહેલી નજરે જોતા કોઈપણ વ્યક્તિ આ નોટને અસલી સમજી બેસે તેવી જ દેખાતી હતી. જોકે, રસ્તા પરથી આટલી બધી રઝળતી નોટો જોઈને લોકો પણ ચોંકી ગયાં હતાં. આ રસ્તા પર રઝળતી નકલી નોટોને લઈને ભાવનગર પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારના રોયલ કોમ્પ્લેક્ષને પ્રિન્ટિંગના હબ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિવિધ છાપકામ કરવામાં આવે છે. આ વિસ્તારની આસપાસ ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનો જથ્થો કચરા સાથે રસ્તા પર રઝળતો જોવા મળ્યો હતો.

સત્ય એસઓજીનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકાશે

આ મામલે હાલ ભાવનગર એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કે, રસ્તા પર રઝળતી આ નોટ ક્યાંથી આવી હુબહુ અસલ દેખાતી એવી નકલી ચલણી નોટનું છાપકામ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું? આ સાથે જ સમગ્ર મુદ્દે એવા પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે, શું ચૂંટણીના એક દિવસ પહેલાં લોકોમાં વહેંચવા માટે આ નકલી ચલણી નોટો વહેંચવામાં આવી હતી કે કેમ? ભાવનગરમાં રસ્તે રઝળતી નોટોનું ઘટનાસ્થળ પણ શંકા ઉભી કરે છે. તેમજ એસઓજીનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકાશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, હવેથી જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન બિન ખેતી કરાવી શકાશે

Back to top button