ટ્રેન્ડિંગવર્લ્ડ

દુલ્હાએ લગ્નના દિવસે જ સ્ટેજ પરથી દુલ્હનનો અશ્લીલ વીડિયો કર્યો જાહેર, જીજા સાથે હતા આડાસંબંધ

Trending Video:  સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાંના ઘણા પર વિશ્વાસ પણ કરી શકાતો નથી. આવો જ એક વીડિયો હાલ વાયરલ થયો છે.  જેમાં કન્યા સ્ટેજ પર વરરાજા સાથે બેઠી હોય છે ત્યારે વરરાજા વીડિયો દ્વારા સ્ટેજ પર તેના કાળા કામનો પર્દાફાશ કરે છે. ચીનથી પ્રકાશમાં આવેલા કિસ્સા મુજબ, એક વરરાજાએ લગ્ન મંડપ પર છેતરપિંડી કરતી દુલ્હનનો વીડિયો દર્શાવ્યો હતો. દુલ્હનને તેના જીજા સાથે આડાસંબંધ હતા. વરરાજાએ ગુપ્ત રીતે તેમની ખાનગી ક્ષણો રેકોર્ડ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ખૂબ જ મજા લઈ રહ્યા છે.

દુલ્હન તેના મિત્રો અને પરિવારની સામે શરમમાં મુકાઈ

આ વીડિયો સામે આવ્યા બાદ દુલ્હન તેના મિત્રો અને પરિવારની સામે શરમમાં મુકાઈ ગઈ હતી. વરરાજાએ લગ્નના દિવસે તેની સાથે થયેલી છેતરપિંડીનો ખુલાસો કર્યો હતો. ચીનથી આવેલા આ દંપતીએ તેમના વતન ફુજિયાન પ્રાંતમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં તેમને મંચ પર તેમના મહેમાનોને ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. દુલ્હન તેના પતિ સાથે છેતરપિંડી કરી રહી હતી. દુલ્હનના તેની ગર્ભવતી બહેનના પતિ સાથે આડાસંબંધ હતા. વરરાજાને આ અંગે જાણ થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે ચતુરાઈથી બંનેનો વીડિયો રેકોર્ડ કરી અને તેને લગ્ન મંડપ પરથી ટેલિકાસ્ટ કરી હતી.

દુલ્હન તેના જીજા સાથે આપત્તિનજક સ્થિતિમાં જોવા મળી

વીડિયોની શરૂઆત વરરાજા કન્યા સાથે મંચ પર ઊભો રહેવાથી થાય છે. જ્યાં વરરાજા મંચ પર ઊભો છે અને પોતાની પ્રેમકથાની વાર્તાઓ કહી રહ્યો છે. આ પછી તે કહે છે કે અમે એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડ્યા, હું તમને એક વીડિયો દ્વારા બતાવવા માંગુ છું. આ પછી, વરરાજા દુલ્હન અને પરિવારને મંચ પર પડદા પર જોવા માટે કહે છે, અને પડદા પર વરરાજા તેની દુલ્હનનો વીડિયો બતાવીને તેને શરમમાં મૂકે છે. ત્યારબાદ વરરાજા તેને તેની પાસેથી દૂર ધકેલી દે છે. વીડિયોમાં, દુલ્હન તેના જીજા સાથે આપત્તિનજક સ્થિતિમાં જોવા મળે છે.

આ વીડિયોને @jushendo નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3 લાખ 62 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. અન્ય એક યુઝરે લખ્યું. આ લગ્ન માટે આટલો ખર્ચ કરનારા માતા-પિતાની શું સ્થિતિ હશે? અન્ય એક યુઝરે લખ્યું- મહેમાનોને મફત મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Viral Video: દરિયા કિનારે બેઠા હતા મા-દીકરી, અચાનક આવ્યું મોજું ને પછી….

Back to top button