ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, હવેથી જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન બિન ખેતી કરાવી શકાશે

Text To Speech
  • રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો
  • હાલની જંત્રી કિંમતના 30 ટકાના બદલે 10 ટકા વસૂલ કરીને હેતુફેર કરવામાં આવશે
  • રાજ્યમાં રિવાઈઝ્ડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા અને ત્વરિતતા આવશે

ગુજરાતમાં રિવાઈઝ્ડ બિન ખેતી (N.A.)ની પરવાનગી અને રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતો બાદ તેમણે મહેસૂલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે. જે હેઠળ હાલની જંત્રી કિંમતના 30 ટકાના બદલે 10 ટકા વસૂલ કરીને હેતુફેર કરવામાં આવશે.

હાલ આવું પ્રીમિયમ પ્રવર્તમાન જંત્રી દરના 30% પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે

રાજ્યમાં કોઈપણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ થાય ત્યારે, જો પ્રીમિયમ વસૂલાત પાત્ર હોય અને અગાઉના બિન ખેતીના નિર્ણય વખતે પ્રીમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય, તેવા કિસ્સામાં હાલ આવું પ્રીમિયમ પ્રવર્તમાન જંત્રી દરના 30% પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.

રાજ્યમાં રિવાઈઝ્ડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા અને ત્વરિતતા આવશે

ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસૂલવાપાત્ર હતી, પણ તે રકમ વસૂલ લીધા વિના બિન ખેતી પરવાનગી આપવામાં આવેલ હોય તેવી જમીનમાં હવે હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના 10% પ્રીમિયમની રકમ વસૂલ કરીને રિવાઈઝ્ડ બિન ખેતીની પરવાનગી આપવામાં આવશે. જો કે, જે કિસ્સાઓમાં પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝ્ડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા અને ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોનું 15 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન, જાણો શું છે આગાહી

Back to top button