ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર કેશ કાંડ : BJP મહાસચિવ વિનોદ તાવડે સામે ગુનો નોંધાયો

Text To Speech

મુંબઈ, 19 નવેમ્બર : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેના પર પૈસાની વહેંચણી કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે.

કથિત રીતે પૈસાની વહેંચણીની આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તાવડે અને સ્થાનિક નેતા રાજન નાઈક હોટલ પહોંચ્યા હતા. આ દરમિયાન બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો હતો. રાજન નાઈક વિરાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમની સામે બહુજન વિકાસ આઘાડીએ ક્ષિતિજ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે.

મહારાષ્ટ્ર પોલીસે વિનોદ તાવડે અને અન્યો સામે પણ કાર્યવાહી કરી છે. તુલિંજ પોલીસે BNSની કલમ 223 અને RPT એક્ટ-1951ની કલમ 126 હેઠળ કાર્યવાહી કરી છે.  વિનોદ તાવડે અને ભાજપના ઉમેદવાર રાજન નાઈક સહિત લગભગ 250 લોકો આમાં આરોપી છે.

તુલિંજ સ્ટેશન પર કોન્સ્ટેબલ વિક્રમ ઉત્તમ પંહાલકરના નિવેદન પર આ FIR નોંધવામાં આવી છે. આમાં પૈસાની વહેંચણીનો કોઈ આરોપ નથી. બહારના નેતાએ ગેરકાયદેસર રીતે આ વિસ્તારમાં આવીને પ્રચાર પૂરો થયા બાદ બેઠક યોજી હતી તે પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે કહે છે કે, નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી. મતદાનના દિવસની આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન કેવી રીતે સીલ કરવામાં આવશે અને જો કોઈ વાંધો ઉઠાવવો હોય તો શું કરવું… તે વિશે હું તેમને જાણ કરવા આવ્યો હતો.

બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો અપ્પા ઠાકુર અને ક્ષિતિજને લાગ્યું કે અમે પૈસા વહેંચી રહ્યા છીએ. ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવી જોઈએ. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. અપ્પા ઠાકુર અને ક્ષિતિજ મને ઓળખે છે, આખી પાર્ટી મને ઓળખે છે. તેમ છતાં હું માનું છું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

આ પણ વાંચો :- સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખુલ્યા બાદ નજીવા વધારા સાથે બંધ થયા

Back to top button