પીએમ મોદીની ઈટલી, પોર્ટુગલ, નોર્વેના પ્રમુખો સાથે મુલાકાત, સંબંધો મજબૂત કરવા વિશે ચર્ચા થઈ
નવી દિલ્હી, 19 નવેમ્બર 2024 : PM નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરો પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ જી-20 સંમેલન દરમિયાન ઈટાલી, ઈન્ડોનેશિયા, નોર્વે અને પોર્ટુગલ સહિતના ઘણા દેશોના નેતાઓને મળ્યા હતા. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ સોમવારે તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સુરક્ષા, વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે.
પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી
The meeting with Prime Minister Jonas Gahr Støre was excellent. Our Arctic Policy has led to further cementing of India-Norway bilateral relations. We talked about how investment linkages between our nations can improve, particularly in renewable energy, green hydrogen and the… pic.twitter.com/VNiNSuBmaT
— Narendra Modi (@narendramodi) November 18, 2024
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ‘રિયો ડી જેનેરિયો જી20 શિખર સમ્મેલન દરમિયાન વડાપ્રધાન જોર્જિયા મેલોનીને મળીને ખુશી થઈ. અમારી વાતચીત સંરક્ષણ, વેપાર, સુરક્ષા અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. અમે સંસ્કૃતિ, શિક્ષણ અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા વિશે પણ વાત કરી. ભારત-ઇટાલી મિત્રતા ગ્રહને સુધારવામાં ઘણું યોગદાન આપી શકે છે.” આ બેઠક પછી વિદેશ મંત્રાલયે પણ પોસ્ટ કર્યું. વિદેશ મંત્રાલયે કહ્યું, “વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિયોમાં G20 બ્રાઝિલ સમિટ દરમિયાન ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી.
The meeting with Prime Minister Jonas Gahr Støre was excellent. Our Arctic Policy has led to further cementing of India-Norway bilateral relations. We talked about how investment linkages between our nations can improve, particularly in renewable energy, green hydrogen and the… pic.twitter.com/VNiNSuBmaT
— Narendra Modi (@narendramodi) November 18, 2024
પીએમ મોદીએ તસવીર શેર કરી છે
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ ભારત-ઇટાલી દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે ભારત-ઇટાલી જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-29નું સ્વાગત કર્યું હતું. મોદીએ ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે પણ મુલાકાત કરી અને સુરક્ષા અને આરોગ્ય સંભાળના ક્ષેત્રોમાં સંબંધો સુધારવાની રીતો પર ચર્ચા કરી. આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર બંને નેતાઓની તસવીરો શેર કરી અને લખ્યું, ‘બ્રાઝિલમાં જી-20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયનોને મળીને ખુશી થઈ.’
આ પણ વાંચો : ‘ડ્યુટી ટાઈમ પૂરો’ પેરિસથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટને જયપુરમાં છોડીને ભાગ્યો પાયલટ