ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

દરરોજ QR કોડનો ઉપયોગ તો કરો છો, પણ એ શું છે એ જાણો છો?

HD News, 19 નવેમ્બર, 2024: ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય, કોઈ વસ્તુની ખરીદી હોય કે પછી કોઈ વસ્તુ વિશે જાણકારી મેળવવી હોય ત્યાં તમને ક્યૂઆર કોડ જરૂર જોવા મળશે. દરેક પ્રોડક્ટ, પેમેન્ટ કે અન્ય જગ્યાએ ક્યૂઆર કોડનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. QR કોડનો વિસ્તૃત અર્થ ક્વિક રિસ્પોન્સ કોડ છે, જે એક 2D કોડ છે, જે મેટ્રિક્સના રૂપમાં માહિતી સ્ટોર કરે છે. એક QR કોડમાં જાણકારીને હોરીઝોન્ટલની સાથે સાથે વર્ટિકલ રીતે પણ દાખલ કરવામાં આવે છે. આ રીતે તે બારકોડથી પણ વધુ જાણકારી એકત્ર કરે છે, જેથી તેને બારકોડથી પણ વધારે ઉપયોગી માનવામાં આવે છે.

QR કોડના કારણે આજે જીવન ખૂબજ સરળ બની ગયું છે. QR કોડની શોધ 1994માં જાપાની કંપની ડેન્સો વેવ દ્વારા ઓટોમોબાઈલ ભાગોને લેબલ કરવા માટે કરવામાં આવી હતી. તે સફેદ પૃષ્ઠભૂમિ પર ફિડ્યુશિયલ માર્કર સાથે કાળા ચોરસ દર્શાવે છે, જેને કેમેરા જેવા ઇમેજિંગ ઉપકરણો દ્વારા વાંચી શકાય છે અને જ્યાં સુધી ઇમેજનું યોગ્ય અર્થઘટન ન થાય ત્યાં સુધી રીડ-સોલોમન ભૂલ સુધારણાનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવામાં આવે છે. જરૂરી ડેટા પછી પેટર્નમાંથી કાઢવામાં આવે છે જે QR ઇમેજના આડા અને વર્ટિકલ બંને ઘટકોમાં હાજર હોય છે.

QR કોડ લોકેટર, ઓળખકર્તા અને વેબ-ટ્રેકિંગ માટેનો ડેટા ધરાવે છે. ડેટાને કાર્યક્ષમ રીતે સંગ્રહિત કરવા માટે QR કોડ એન્કોડિંગના ચાર પ્રમાણિત મોડનો ઉપયોગ કરે છે : (૧) આંકડાકીય”, (૨) આલ્ફાન્યૂમેરિક , (૩) બાઈટ અથવા બાઈનરી અને (૪) કાંજી. સપ્ટેમ્બર 2016માં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારત QR નામથી એક સામાન્ય QR કોડ લોન્ચ કર્યો હતો, જે ચાર મુખ્ય કાર્ડ પેમેન્ટ કંપનીઓ – નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત એક સામાન્ય QR કોડ છે જે માસ્ટરકાર્ડ, વિઝા અને અમેરિકન એકસપ્રેસ સાથે રૂપે કાર્ડ ચલાવે છે.

QR કોડ આ રીતે કામ કરે છે
QR કોડ બારકોડની જેમ જ કામ કરે છે, પરંતુ તેની બનાવટ અલગ હોય છે. તેમાં લાઈનોને બદલે ચોરસનો તથા ડોક્ટનો પ્રયોગ કરવામાં આવે છે. QR કોડ પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલો છે સ્ટેટિક QR કોડ અને બીજો છે ડાયનેમિક QR કોડ. સ્ટેટિક QR કોડ સ્થિર હોય છે. તેને એક વાર જનરેટ કર્યા પછી એડિટ કરી શકાતો નથી જ્યારે ડાયનેમિક QR કોડ ગતિશિલ હોય છે એટલે કે તેમાં રહેલી બધી ઇન્ફર્મેશનને બદલી શકાય છે અને તેને વારંવાર અપડેટ પણ કરી શકાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ QR કોડને સ્કેન કરે છે ત્યારે કેમેરામાં મોજૂદ સ્કેનર તેને ડીકોડ કરે છે. એક QR કોડમાં મોટેભાગે ઈ મેલ, ફોન નંબર, URL અને ટેકસ જેવી વિભિન્ન જાણકારીઓ સામેલ કરી શકાય છે. ઉપરાંત, QR કોડમાં ડિજિટલ પેમેન્ટ સંબંધિત બેંકની જાણકારી, UPI ID, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ જેવી માહિતીઓ પણ ઉપલબ્ધ હોય છે. QR કોડનો ઉપયોગ માત્ર પેમેન્ટ માટેજ નહીં પરંતુ કોઈ પ્રોડકટની જાણકારી મેળવવા અથવા રજીસ્ટ્રેશન માટે પણ કરવામાં આવે છે. (માહિતી સ્રોત: રીતેશ મારફતિયા)

આ પણ વાંચો….દિલજીત દોસાંઝને હોટલની બાલ્કનીમાંથી ફ્રીમાં કોન્સર્ટની મજા માણતા દેખાયા લોકો, પછી શું? જૂઓ વીડિયો

Back to top button