ગુજરાત: રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું, જાણો તાપમાનનો પારો કેટલો રહ્યો
- ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી
- બે દિવસથી રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું
- વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો માહોલ જામ્યો
ગાંધીનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો માહોલ જામ્યો હતો. તો બીજી તરફ હવામાનમાં પલટો આવતા ઠંડીએ વિરામ લેતા તાપમાનના પારામાં વધારો થવા પામ્યો હતો.
બે દિવસથી રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું
ઉલ્લેખનીય છે કે બે દિવસથી રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું હોય તે પ્રકારે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સોમવારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું હતુ. ભેજના પ્રમાણમાં વધઘટ નોંધાવવાના કારણે હાલમાં નગરજનોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થઈ જવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો.
ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી
તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે બદલાયેલા હવામાનથી ઠંડી આકરી બની રહી છે. સોમવારે સવારનું તાપમાન 16 ડિગ્રી આવીને અટક્યું હતુ. તો સાંજનું ૩૩ ડિગ્રીએ નોંધાયું હતુ. તો બીજી તરફ ભેજના પ્રમાણમાં પણ વધારો- ઘટાડો થવાના કારણે નગરજનોને રાત્રિના સમયે ઠંડીનો સામનો કરવો પડે છે. લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે થોડા દિવસના વિરામ બાદ ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 17 ડીગ્રીનો તફાવત નોંધાવવા છતાં હાલમાં પાટનગરવાસીઓ ઠંડીની મોસમનો સામનો કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: UKમાં નર્સિંગની જોબ અપાવવા બહાને યુવતી સાથે રૂ. 28.20 લાખની છેતરપિંડી