આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

G20 Summit: મેલોની સહિત અન્ય નેતાઓને મળ્યા પીએમ મોદી, આ નેતાને જોઈ ભેટી પડ્યા

Text To Speech

રિયો ડી જાનેરો, તા.19 નવેમ્બર, 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલની મુલાકાત દરમિયાન જી-20 સંમેલનમાં ભાગ લીધો હતો. કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ અનેક વૈશ્વિક હસ્તીઓ સાથે પણ મુલાકાત કરી હતી. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદી વચ્ચે પણ દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 19મી G-20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિઓ લુલા દા સિલ્વા અને અન્ય દેશોના વડાઓ અને ટોચના નેતાઓની હાજરીમાં ભૂખ અને ગરીબી વિરુદ્ધ વૈશ્વિક જોડાણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ દેશોના નેતાઓએ એકતા દર્શાવી અને પ્રતીકાત્મક સમૂહ ફોટો દ્વારા ભૂખ અને ગરીબી સામે લડવાનો સંદેશ આપ્યો હતો.

પોર્ટુગલના વડાપ્રધાન સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

ઇટાલી ઉપરાંત પીએમ મોદી તેમના પોર્ટુગીઝ સમકક્ષને પણ મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, ભારત પોર્ટુગલ સાથે તેના લાંબા ગાળાના સંબંધો જાળવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ઈન્ડોનેશિયા સાથે 75 વર્ષ જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો

બ્રાઝિલમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષ બંને દેશો વચ્ચેના સંબંધો માટે ખાસ છે કારણ કે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે.

PM મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળવું હંમેશા ખૂબ જ આનંદની વાત છે. ભારત અને ફ્રાન્સ સ્પેસ, એનર્જી, AI અને અન્ય ભવિષ્યના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે તે મુદ્દે ચર્ચા કરી હતી.

Back to top button