કરોડો રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમતના ડ્રગ્સને ઝડપી લેનારી ગુજરાત પોલીસની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારોભાર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાજ્યની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
સંઘવીએ કહ્યું હતું કે ડ્રગ્સના મોટા રેકેટ્સ પકડવામાં જેવી સફળતા ગુજરાત પોલીસે મેળવી છે એવી સફળતા અન્ય કોઈ રાજ્યની પોલીસે મેળવી નથી. તેમણે કહ્યું હતું કે ગુજરાત પોલીસે પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાંથી પણ ડ્રગ્સ પકડવાનું કામ કર્યુ છે.
રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું હતું કે યુવાધનને બરબાદ થતું અટકાવવા ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે. ગુજરાતની સીમામાં ડ્રગ્સને ઘુસવા દેવામાં આવશે નહી.
સુરતના સરસાણા ખાતે આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ઉપસ્થિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હાલ ગુજરાતની પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડરનો માહોલ પેદા કર્યો છે અને ખૂબ આવશ્યક છે.