તાઈવાનને લઈને ચીન અને અમેરિકા વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના નીચલા ગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ હાલમાં જ તાઈવાનની મુલાકાત કરી હતી. જેને લઈને ચીને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીન તો અમેરિકા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી દીધી. આ વિવાદમાં ઉત્તર કોરિયાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ચીન પછી ઉત્તર કોરિયાએ પણ નેન્સી પેલોસીને લઈને કડક શબ્દોમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જો યોંગ સેમે એક નિવેદનમાં કહ્યું કે નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત કરીને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને નષ્ટ કરવા માટે ચીનના રોષનો ભોગ બની શકે છે. તેમને દક્ષિણ કોરિયાની પોતાની યાત્રા દરમિયાન ઉત્તર કોરિયાની સાથે ઘર્ષણપૂર્ણ વાતાવરણ ઊભું કરી દીધું છે.
ઉત્તર કોરિયાએ પેલોસી પર લગાવ્યા આરોપ
ઉત્તર કોરિયાના પ્રવક્તા કીએ વધુમાં કહ્યું કે નેન્સી પેલોસી પોતાની યાત્રા દરમિયાન દક્ષિણ કોરિયાઈ અધિકારીઓ સાથે ઉત્તર કોરિયાના ખતરાનો સામનો કરવા માટે મજબૂત અને ઠોસ પગલાં ઉઠાવવા અંગે વાત કરી છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના અધિકારીએ વધુમાં કહ્યું કે આ બધાંની પાછળ અમેરિકાની વિનાશકારી રણનીતિ છે જે કોરિયાઈ પ્રાયદ્વીપ અને આ ક્ષેત્રમાં ઉપસ્થિત સત્તાધારી દક્ષિણ કોરિયાઈ રૂઢિવાદી તાકાતોને ઉત્તરમાં પાડોશી દેશવાસીઓની સાથે ટકરાવમાં ધકેલીને તણાવપૂર્ણ સ્થિતિ બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.
ઉત્તર કોરિયાએ પેલોસીને ઈન્ટરનેશલ શાંતિ અને સ્થિરતાની સૌથી ખરાબ વિધ્વંસ જણાવતા તેમની એપ્રિલમાં યુક્રેન યાત્રાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ઉત્તર કોરિયાએ નેન્સી પેલોસી પર તેમની યુક્રેન યાત્રા દરમિયાન રશિયાની સાથે યુક્રેનના યુદ્ધને વધુ ઉશ્કેરવાનો આરોપ પણ લગાવ્યો અને હાલમાં તાઈવાન યાત્રા દરમિયાન તેમને ચીનની નિંદાનો શિકાર પણ બનવું પડ્યું. ઉત્તર કોરિયાએ પેલોસી પર નિશાન સાધતા કહ્યું કે તે જ્યાં પણ ગઈ અમેરિકાએ તેમના દ્વારા ઊભી કરવામાં આવેલી પરેશાનીને લઈને મોટી ચુકવણી કરવી પડશે.