દિલીપ જોશીએ આસિત મોદીનો કૉલર પક્ડયો, શો છોડવાની ધમકી આપી
મુંબઈ, 18 નવેમ્બર : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, આ ટીવી શો, 8.30 વાગ્યાની સાથે જ દરેક ઘરમાં લોકો પરિવાર સાથે બધું કામ પરત કરી જોવા બેસી જાય છે. 28 July 2008થી ચાલી રહેલો આ શો ખૂબ જ લોકપ્રિય છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરમિયાન, તેના ઘણા મહત્ત્વપૂર્ણ પાત્રોએ શો છોડી દીધો છે. એક પછી એક શોને લગતા વિવાદાસ્પદ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી આ શોના મુખ્ય કલાકારોમાંથી એક છે. તે શોની શરૂઆતથી જ જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. હવે શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે આસિત મોદીની દિલીપ જોશીની સાથે પણ ઝપાઝપી થઈ છે. મામલો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ અને દિલીપ જોશીએ શો છોડી દેવાની ધમકી આપી.
રજા પર ચર્ચા
એક રિપોર્ટ અનુસાર દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઓગસ્ટ મહિનામાં લડાઈ થઈ હતી. રજાઓને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સૂત્રના જણાવ્યા અનુસાર, દિલીપ તેમની સાથે વાત કરવા માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ તે આ અંગે વાત કરવા તૈયાર જ નહોતા. આ બાબતે દિલીપ જોશી નારાજ થઈ ગયા હતા.
દિલીપે કોલર પકડ્યો!
પ્રોડક્શન સાથે સંકળાયેલા એક સૂત્રએ એવું જણાવ્યું, ‘કુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો. દિલીપજી રાહ જોઈ રહ્યા હતા કે અસિત પાછો આવે અને તેની સાથે રજાઓની વાત કરે. પણ અસિત મોદી આવ્યા અને સીધા કુશને મળવા ગયા. દિલીપજીને આ ગમ્યું નહીં. દિલીપજી ખૂબ ગુસ્સે થઈ ગયા અને બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. અભિનેતાએ અસિત મોદીનો કોલર પણ પકડી લીધો અને તેમને શો છોડવાની ધમકી પણ આપવા લાગ્યા. જોકે અસિતભાઈએ તેમને શાંત પાડ્યા હતા. બંનેએ કેવી રીતે ઝઘડો પૂરો કર્યો તે જાણી શકાયું નથી. જોકે અહેવાલ સૂત્રોના આધારે છે. અભિનેતા કે આસિત મોદી તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : ભારતીય CEOએ વધારે કલાક કામ કરવા કહ્યું, મળવા લાગી જાનથી મારી નાખવાની ધમકીઓ