આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારતીય CEOએ વધારે કલાક કામ કરવા કહ્યું, મળવા લાગી જાનથી મારી નાખવાની ધમકીઓ

  • કંપનીમાં કામ સવારે 9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અને ક્યારેક તેનાથી પણ વધુ સમય સુધી કામ ચાલે છે: CEO

નવી દિલ્હી, 18 નવેમ્બરસ 2024: ભારતીય મૂળના CEOએ દાવો કર્યો છે કે, તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું છે કે આ તેની કંપનીમાં 84 કલાક કામ કરવા વિશે સોશિયલ મીડિયા પર લખ્યા પછી થઈ રહ્યું છે. દક્ષ ગુપ્તા AI સ્ટાર્ટઅપ Graptileના CEO છે. તેમણે પોતાની વાયરલ પોસ્ટમાં તેની કંપનીની તીવ્ર વર્ક કલ્ચરનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, તેમની કંપનીમાં કામ સવારે 9 વાગ્યાની આસપાસ શરૂ થાય છે. રાત્રે 11 વાગ્યા સુધી અને ક્યારેક તેનાથી પણ વધુ સમય સુધી કામ ચાલે છે. દક્ષે આગળ લખે છે કે, શનિવારના દિવસે પણ કામ ચાલુ રહે છે અને આ સિવાય ક્યારેક રવિવારે પણ કામ કરવામાં આવે છે.

 

પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ 

દક્ષ ગુપ્તાએ લખ્યું કે, તેમણે કંપનીમાં ઈન્ટરવ્યુ માટે આવેલા ઉમેદવારોને આ વાત કહી છે. મેં તેમને કહી દીધું કે અમારે ત્યાં વર્ક-લાઇફ બેલેન્સ આપવામાં આવતું નથી. તેમણે આગળ લખ્યું કે, અહીં કામનું વાતાવરણ ખૂબ જ તણાવપૂર્ણ છે અને ખરાબ કામ બિલકુલ સહન કરવામાં આવતું નથી. દક્ષના કહેવા પ્રમાણે, શરૂઆતમાં તેમને ખરાબ લાગ્યું, પરંતુ હવે તે પણ સહમત થઈ ગયા છે કે ટ્રાન્સપરન્સી સારી છે. દક્ષની આ પોસ્ટ વાયરલ થઈ હતી. તેને એક મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી

મોટી સંખ્યામાં લોકોએ આપી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર દક્ષની આ પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી હતી. લોકોએ તેમના પર કામના ઝેરી વાતાવરણને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. કેટલાક લોકોએ કમેન્ટમાં લખ્યું કે, “જો તમે આના બદલામાં કંપનીને સારું પેમેન્ટ આપો છો તો સારું છે. અન્યથા તે ગુલામીથી ઓછું નથી.” ઘણા લોકોની ટીકા વચ્ચે, ગુપ્તાએ ફરીથી પોસ્ટ લખી. જેમાં તેમણે જણાવ્યું કે, તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે લખ્યું કે, હવે મારી પોસ્ટ Redditના ફ્રન્ટ પેજ પર છે. મારા ઇનબોક્સમાં 20 ટકા મૃત્યુની ધમકીઓ અને 80 ટકા નોકરીની અરજીઓ છે.

દક્ષે એમ પણ કહ્યું કે, અહીં એવા લોકો પણ છે જે અમારે ત્યાં આવ્યા પહેલા અઠવાડિયામાં 20 કલાક અને છ દિવસ કામ કરતા હતા. તેમણે લખ્યું કે, ઘણા લોકો આ પ્રકારની નોકરીમાં પાછા પણ ચાલ્યા જશે. તેમણે સ્પષ્ટતા પણ રજૂ કરી છે. ગુપ્તાએ લખ્યું કે, જો કે આ પ્રકારનું કામ હંમેશા નહીં થાય. સ્ટાર્ટઅપના પહેલા એક કે બે વર્ષમાં આ પ્રકારનું કામ જરૂરી છે, કારણ કે આ સમયે કંપનીને ઊભી કરવી પડે છે.

Back to top button