ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

આણંદઃ દુષ્કર્મના આરોપમાં ઝડપાયો ભાજપ કાઉન્સિલર, પક્ષે કર્યો સસ્પેન્ડ

  • પાલિકાના શાસક પક્ષના કાઉન્સિલરની આ કરતૂતથી સમગ્ર શહેરમાં ચકચાર સાથે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

આણંદ, 18 નવેમ્બર: આણંદ શહેરના વોર્ડ નં. 6ના ભાજપના કાઉન્સિલરની શર્મનાક કરતૂત બહાર આવી છે. કાઉન્સિલર દ્વારા રાત્રિના સમયે એક મહિલાના ઘરમાં ઘુસી જઈને તેણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, આ ઉપરાંત મહિલાના પતિએ બુમાબુમ કરતા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ કાઉન્સિલરને મેથીપાક પણ ચખાડયો હતો. આ ઘટનાને પગલે ભાજપ દ્વારા કાઉન્સિલર દિપુ પ્રજાપતિને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલે ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે આરોપી નગરસેવક દિપુ પ્રજાપતિને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, નગરપાલિકાના વોર્ડ નં. 6ના શાસક પક્ષ ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પોતાના મત વિસ્તારના એક રહેણાંક વિસ્તારમાં વારંવાર જતો હતો. આ દરમિયાન પીડિતાનો તેણે મોબાઈલ નંબર પણ લીધો હતો અને ત્યારબાદ વારંવાર મોબાઇલથી વાતો કરતો હતો અને મેસેજ પણ મોકલતો હતો.

 

આરોપી પીડિતાને વારંવાર ધમકી આપતો હતો 

આ દરમિયાન છ મહિના અગાઉ તેણે પીડિતાના ઘરમાં જઈને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી પીડિતા ગભરાઈ ગઈ હતી અને પોતાના પરિવારજનોને જણાવ્યું નહીં અને તેણે દીપુ પ્રજાપતિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. જે બાદ દીપુ પ્રજાપતિએ તેને વારંવાર “મારી સાથે વાતચીત કેમ કરતી નથી” એવું કહીને ધમકીઓ પણ આપી હતી. શનિવારે મોડી રાત્રે 11:30 વાગે ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પીડિતાના ઘરે પહોંચ્યો, ત્યારે પીડિતા તેના બે બાળકો સાથે સુતી હતી. તે સમયે દીપુ પ્રજાપતિએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. તે વખતે મહિલાનો પતિ આવી જતા અને તેને ઘટનાની જાણ થતા તે બૂમો પાડતા આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા અને દીપુ પ્રજાપતિને મેથીપાક આપીને ઘરમાં પૂરી દીધો હતો. આ સમયે દીપુ પ્રજાપતિએ પોતાના મોબાઈલ ફોનથી આઠ જેટલા પોતાના મિત્રોને તુરત જ સ્થળ ઉપર બોલાવતા આ તમામ સ્થળ પર આવી ગયા હતા અને દાદાગીરીથી ઘરના દરવાજા ખોલીને કાઉન્સિલર દીપુ પ્રજાપતિને છોડાવ્યો હતો.

ભાજપ દ્વારા આરોપી કાઉન્સિલર વિરુદ્ધ કડક કાર્યવાહી

જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલે દિલીપ ઉર્ફે દિપુ ગોરધનભાઈ પ્રજાપતિ પાલિકાના વોર્ડ નં-6માં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાથી આ કિસ્સો પાર્ટીની ગરીમાને નુકશાનકર્તા હોવાની સાથે પક્ષની શિસ્તભંગનો બને છે. જેથી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સુચના અનુસાર, પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ જૂઓ: વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પરેટરના પુત્રની થઈ હત્યા: પોલીસની નજર સામે ખેલાયો ખૂની ખેલ

Back to top button