ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, પેટલાદના 2 આરોપીઓની ધરપકડ

Text To Speech

આણંદ, 18 નવેમ્બર 2024 :   મુંબઈ ક્રાઈમ બ્રાંચ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહી છે. આ કેસમાં રવિવારે વધુ એક ધરપકડ કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા બનાવમાં અત્યાર સુધીમાં કુલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રના અકોલામાંથી ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. ગુજરાતના બંને ઝડપાઈ ગયેલા આરોપી પેટલાદના છે.

આ કેસમાં 25મી ધરપકડ કરવામાં આવી છે
અકોલાના બાલાપુરથી આજે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની ઓળખ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી સલમાન ઈકબાલ વ્હોરા તરીકે થઈ છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પોલીસની મદદથી આરોપીને ગુજરાતથી લગભગ 565 કિલોમીટર દૂરથી પકડી પાડ્યો હતો. સલમાન મુંબઈમાં પોતાની સાસરીમાં હતો ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. વિશ્વસનીય સૂત્રો થકી મળતી માહિતી મુજબ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આણંદના પેટલાદથી સાહિલ મલેક નામના વ્યક્તિની પણ અટકાયત કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આરોપીને લઈને મુંબઈ જવા રવાના થઈ હોવાની માહિતી પણ મળી રહી છે.

સલમાન ઈકબાલ વ્હોરાની ધરપકડ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે આ વર્ષે મે મહિનામાં બેંક ખાતું ખોલાવ્યું હતું અને ધરપકડ કરાયેલા આરોપી ગુરમેલ સિંઘ, રૂપેશ મોહોલ અને હરીશકુમારના ભાઈ નરેશકુમાર સિંહને આર્થિક મદદ કરી હતી. આટલું જ નહીં વ્હોરાએ ભૂતકાળમાં ગુના સાથે જોડાયેલા અન્ય લોકોને પણ મદદ કરી છે.

સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
નોંધનીય છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ તરત જ ઉત્તર પ્રદેશના ધર્મરાજ કશ્યપ અને હરિયાણાના ગુરમેલ સિંહની ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં, પોલીસને આ કેસમાં વધુ એક સફળતા મળી જ્યારે કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની બહરાઇચમાંથી ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું હતું કે ગૌતમ 12 ઓક્ટોબરથી ફરાર હતો અને નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાયો હતો.

આ પણ વાંચો : જે બર્ગરને ઝેર ગણાવ્યું, તેને જ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખાતા જોવા મળ્યા સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટ કૈનેડી

Back to top button