રામ-સીતાના લગ્નનો શુભ પ્રસંગ, છતાં કેમ નથી હોતા લગ્નના મુહૂર્ત?
- વિવાહ પંચમીના દિવસે રામ-સીતાના લગ્ન થયા હતા. આ ખૂબ જ શુભ દિવસ હોવા છતા આ દિવસે દીકરીના લગ્ન કરવાનું અશુભ માનવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમને વિવાહ પંચમી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વિવાહ પંચમીના દિવસે માતા સીતાના લગ્ન પ્રભુ શ્રીરામ સાથે થયા હતા. તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનુ વિશેષ મહત્ત્વ છે. વિવાહ પંચમી આ વખતે 6 ડિસેમ્બરે છે. આ દિવસે ઘણી જગ્યાઓએ ભગવાન રામ અને સીતા માતાના વિવાહોત્સવનુ આયોજન કરવામાં આવતું હોય છે, જોકે આ દિવસે માતા-પિતા પોતાની દિકરીના લગ્ન કરવાથી બચે છે. આ દિવસે લગ્નના મુહૂર્ત રખાતા નથી. આ તિથિને વિવાહ માટે અશુભ માનવામાં આવે છે. જાણો ભગવાનના લગ્નની તિથિ હોવા છતા લગ્ન માટે વિવાહ પંચમી કેમ અશુભ મનાય છે?
વિવાહ પંચમી કેમ નથી થતા લગ્નો?
ધાર્મિક માન્યતાઓ અનુસાર વિવાહ પંચમીને લગ્ન માટે શુભ માનવામાં આવતી નથી કેમકે માતા-પિતા આ દિવસે પોતાની દિકરીનુ કન્યાદાન કરવાનું અશુભ માને છે. ભગવાન શ્રીરામ અને સીતા માતાને પોતાના જીવનમાં અનેક કષ્ટ ઉઠાવવા પડ્યા હતા. શ્રીરામને મળેલા વનવાસના કારણે સીતામાતાએ પણ તેમની સાથે જવુ પડ્યુ હતુ. આ કારણે વિવાહ પંચમીના દિવસે લગ્નો થતા નથી. ખાસ કરીને છોકરીના માતા-પિતા દિકરીના લગ્ન કરતા નથી.
વિવાહ પંચમીની પુજાવિધિ
સવારે ઉઠીને સુર્યને જળ અર્પણ કરીને તમારા દિવસની શરૂઆત કરો. પુજાઘરમાં બાજઠ પર પીળુ કપડું પાથરીને માતા સીતા અને રામ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન રામને પીળા અને માતા સીતાને લાલ વસ્ત્રો પહેરાવો. ત્યારબાજ બાળકાંડમાં અપાયેલા વિવાહ પ્રસંગનો પાઠ કરો અને ઓમ જાનકીવલ્લભાય નમઃ પાઠનો જાપ કરો. હનુમાનચાલીસાનો પાઠ કરો, ગણેશજીની આરતી કરો. ત્યારબાદ ભગવાન શ્રીરામ અને માતા સીતાનુ ગઠબંધન કરો. ત્યારબાદ આરતી અને પ્રસાદ કરો.
આ પણ વાંચોઃ અયોધ્યામાં રામના વિવાહોત્સવની ભવ્ય તૈયારીઓ, આજનો દિવસ એકદમ ખાસ; જાણો આખો પ્રોગ્રામ