વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલા રૂપિયા કપાય છે? જાણો IRCTC નિયમ
- ભારતીય રેલવેની પ્રીમિયર ટ્રેન સેવાઓમાંની એક વંદે ભારત એક્સપ્રેસ છે જે ઝડપી અને અનુકૂળ મુસાફરીનો અનુભવ આપે છે
નવી દિલ્હી, 18 નવેમ્બર: વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલવેની પ્રીમિયર ટ્રેન સેવાઓમાંની એક છે જે ઝડપી અને અનુકૂળ મુસાફરીનો અનુભવ આપે છે. પરંતુ, શું એ વાત જાણો છો કે વંદે ભારત એક્સપ્રેસમાં ટિકિટ કેન્સલેશન ચાર્જ કેટલો છે? જો તમે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અથવા કોઈ કારણસર તમારે ટિકિટ કેન્સલ કરવી પડે છે, તો તમારા માટે ટિકિટ કેન્સલેશન ચાર્જ વિશે જાણવું જરૂરી છે.
વંદે ભારત એક્સપ્રેસમાં ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલા રૂપિયા કપાશે?
જો તમે ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા વંદે ભારત એક્સપ્રેસ ટિકિટ કેન્સલ કરો છો, તો ફ્લેટ કેન્સલેશન ફી વસૂલવામાં આવશે. આ ચાર્જ સેકન્ડ ક્લાસ માટે 60 રૂપિયાથી લઈને AC ફર્સ્ટ ક્લાસ/એક્ઝિક્યુટિવ ક્લાસ ટિકિટ માટે 240 રૂપિયા છે. જો તમે ટ્રેન ઉપડવાના 48થી 12 કલાકની વચ્ચે ટિકિટ રદ્દ કરો છો, તો ફ્લેટ ફી ઉપરાંત કુલ ભાડામાંથી 25% કાપવામાં આવે છે. ટ્રેન ઉપડવાના 12થી 4 કલાક પહેલા કેન્સલેશન માટે, કેન્સલેશન ફીની સાથે ભાડાના 50% રૂપિયા વસૂલવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જે મુસાફરોની ટિકિટ RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) અથવા વેઇટલિસ્ટમાં છે તેમને રેલવે થોડી રાહત આપે છે. આવી ટિકિટો ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા કેન્સલ કરી શકાય છે અને સંપૂર્ણ રિફંડ (નોમિનલ સર્વિસ ચાર્જ) આપવામાં આવે છે. ઈ-ટિકિટ રદ્દ કરવાની રિફંડની પ્રક્રિયા કરવા માટે ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ (TDR) ફાઇલ કરવી જરૂરી છે, કારણ કે ઈ-ટિકિટ સીધી કેન્સલ કરી શકાતી નથી.
આ પણ જૂઓ: ગાઢ ધુમ્મસના કારણે વિમાન સેવાઓ ખોરવાઈઃ 160 ફ્લાઈટ મોડી પડી, એરલાઈન્સે જારી કરી એડવાઈઝરી
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ