ટોપ ન્યૂઝવર્લ્ડ

કાબુલમાં મસ્જિદ નજીક બોમ્બ વિસ્ફોટ, 8 માર્યા ગયા અને 18 ઘાયલ; ISએ જવાબદારી લીધી

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનના કાબુલમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 8 લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, શુક્રવારે મસ્જિદ પાસે પાર્ક કરાયેલા એક વાહનમાં વિસ્ફોટ થયો હતો. તાલિબાનના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

કાબુલના પોલીસ વડા માટે તાલિબાન દ્વારા નિયુક્ત કરાયેલા પ્રવક્તા ખાલિદ ઝદરાનના જણાવ્યા અનુસાર, બોમ્બ વિસ્ફોટ પશ્ચિમી કાબુલના શિયા પ્રભુત્વ ધરાવતા સર-એ કરેઝ વિસ્તારમાં થયો હતો. પ્રારંભિક અહેવાલમાં બે લોકોના મોતની માહિતી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં કેટલાક ઘાયલોના મોત બાદ મૃત્યુઆંક વધ્યો હતો.

ISએ હુમલાની જવાબદારી લીધી

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)એ આ હુમલાની જવાબદારી લીધી છે. ત્યાંની પોલીસ હાલ 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કર્યાનું જણાવી રહી છે. ત્યારે ISએ દાવો કર્યો છે કે વિસ્ફોટમાં 20 લોકો માર્યા ગયા છે. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં વિસ્ફોટ બાદ લોકો મદદ માટે બૂમો પાડતા જોઈ શકાય છે.

અફઘાનિસ્તાન માટે મોટો ખતરો

IS સાથે જોડાયેલા આતંકવાદીઓ 2014થી અફઘાનિસ્તાનમાં સક્રિય છે, જેને દેશની સુરક્ષા માટે મોટા ખતરા તરીકે જોવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ પડકાર વધુ તીવ્ર બન્યો છે. આ કટ્ટરપંથી આતંકવાદી જૂથ તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં થયેલા અનેક હુમલા પાછળ છે, જેમાં મુખ્યત્વે લઘુમતી શિયા સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા છે.

Back to top button