ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ 4 વર્ષમાં ઓપરેશનનો આંકડો જાણી દંગ રહેશો

Text To Speech
  • ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી
  • પીએમજેએવાય હેઠળ સર્જરી કરીને સરકાર પાસેથી 25 કરોડથી વધારેની રકમ ઉઘરાવી
  • ડો. પ્રશાંત વઝીરાનીના ક્લીનીકમાં સર્ચ ઓપરેશન કરી મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ 4 વર્ષમાં ઓપરેશનનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઇઓ ચિરાગ રાજપુતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાર વર્ષમાં 3500 જેટલા ઓપરેશન કરીને સરકાર પાસેથી ખોટી રીતે 25 કરોડથી વધારેની રકમ સરકાર પાસેથી લીધી હતી.

ડો. પ્રશાંત વઝીરાનીના આનંદનગરમાં આવેલા ક્લીનીકમાં સર્ચ ઓપરેશન કરીને કેટલાંક મહત્વના દસ્તાવેજો જપ્ત

બીજી તરફ પોલીસે આરોપી ડો. પ્રશાંત વઝીરાનીના આનંદનગરમાં આવેલા ક્લીનીકમાં સર્ચ ઓપરેશન કરીને કેટલાંક મહત્વના દસ્તાવેજો જપ્ત કરવાની સાથે તેની અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠ અંગેની વિગતો મેળવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવાના કેસની તપાસ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસ ડો.પ્રશાંત વઝીરાનીને સાથે રાખીને અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરી હતી.

પીએમજેએવાય હેઠળ સર્જરી કરીને સરકાર પાસેથી 25 કરોડથી વધારેની રકમ ઉઘરાવી

પોલીસને કેટલાંક મહત્વના દસ્તાવેજ અને અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠના પુરાવા મેળવ્યા હતા. બીજી તરફ પોલીસે આરોગ્ય વિભાગ પાસેથી પીએમજેએવાય હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશન અંગેની વિગતો મંગાવી હતી. જેનો છેલ્લાં ચાર વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 3500 જેટલી સર્જરી પીએમજેએવાય હેઠળ કરીને સરકાર પાસેથી 25 કરોડથી વધારેની રકમ ઉઘરાવી હતી. પોલીસનું માનવુ છે કે 3500 સર્જરી પૈકી મોટાભાગની સર્જરી ખોટી રીતે થવાની શક્યતા છે. જેમા આધારે પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની જાણો શું છે સંભાવના

Back to top button