ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બ્રાઝીલ પહોંચ્યા પીએમ મોદી, G20 સંમેલનમાં લેશે ભાગ

Text To Speech

PM Modi in G20 Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝીલ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રિયો ડી જાનેરો પહોંચ્યા છે. પોતાના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં 19મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેશે. બ્રાઝિલમાં ભારતીય રાજદૂત સુરેશ રેડ્ડીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

બ્રાઝીલ પહોંચીને પોર્ટુગીઝ ભાષામાં પોસ્ટ કર્યો મેસેજ

રિયો પહોંચ્યા બાદ પીએમ મોદીએ એક્સ પર પોતાની તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે પોર્ટુગીઝ ભાષામાં એક મેસેજ પણ લખ્યો હતો જેમાં તેમણે જી-20 શિખર સંમેલન માટે બ્રાઝીલમાં આવીને ખુશી વ્યક્ત કરી હતી.

ગયા વર્ષનું જી20 ભારતમાં યોજાયું હતું

ગયા વર્ષે જી-20 શિખર સંમેલનની ભારતની સફળ અધ્યક્ષતાએ જી-20 કાર્યક્રમને લોકોનું જી-20 બનાવ્યું હતું. મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 18 અને 19 નવેમ્બરે રિયો ડી જાનેરોમાં યોજાનારી સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી 19 નવેમ્બરે ગુયાના પહોંચશે. તેઓ 50 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.

પીએમ મોદીના આગમન પહેલા બ્રાઝીલમાં રહેતા ભારતીય મૂળના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓ ભારતીય ધ્વજ અને પ્રધાનમંત્રીની તસવીરો લહેરાવતા જોવા મળ્યા હતા. પીએમ મોદીના ઝલક મેળવવા આવેલા એક ભારતીય વ્યક્તિએ કહ્યું, અમે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંના એક ભારતના વડાપ્રધાનને મળીને ઉત્સાહિત છીએ. પીએમ મોદીને મળવું સન્માન અને ગર્વની વાત છે.

વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલન માટે બ્રાઝિલ પહોંચ્યા ત્યારે વૈદિક મંત્રોનો જાપ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ પીએમ મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યાં, કહ્યું – ‘સારું થયું સાચું સામે આવ્યું’

Back to top button