ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

પાટણ/ મેડિકલના વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં મોટો ખુલાસો, વિદ્યાર્થીઓની વોટ્સએપ ચેટ આવી સામે

પાટણ, 17 નવેમ્બર : પાટણના ધારપુર ખાતે આવેલી  મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ કિસ્સામાં વિદ્યાર્થી પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે. આ મૃતક 18 વર્ષીય વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો રહેવાસી હતો.  હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટિએ ભોગ બનનાર 11 વિદ્યાર્થીઓની પૂછપરછ કરી છે.

વિદ્યાર્થીઓને ત્રણ કલાક ઉભા રાખ્યા

નવા આવેલા વિધાર્થીઓને સિનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. જેમાં આ અંગે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, સિનિયર સ્ટુડન્ટ્સે વિદ્યાર્થીને ત્રણ કલાક સુધી ઉભો રાખીને તેનો ઇન્ટ્રોડ્ક્શન લેતા હતા. જેના કારણે સ્ટુન્ડ ઢળી પડ્યો હતો. જે બાદ સારવારમાં તેનું મોત નીપજ્યું હતુ.

વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો 

તપાસમાં વિદ્યાર્થીઓની વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીએ સુરત અને અમદાવાદના વિધાર્થીઓને એક રૂમમાં બોલાવ્યા હતા જ્યારે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને અન્ય એક રૂમમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું હતુ. અને ત્યાં તેમના ઈન્ટ્રોડક્શન લેવામાં આવ્યા હતા. હાલની તપાસ પ્રમાણે સિનિયર વિદ્યાર્થીઓએ શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેમ લાગી રહ્યુ છે. જે બાદ વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલા અનેક મેસેજ ડિલીટ પણ કરાવવામાં આવ્યા હતા. મૃતક વિદ્યાર્થીઓની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાનું સામે આવ્યું છે.

News18

દેશમાં રેગિંગ સામે કડક કાયદાઓ અને સજાની જોગવાઈ છે. તે છતાં કોલેજોમાં અનેકવાર આવી શરમજનક ઘટનાઓ સામે આવતી હોય છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં માત્ર એક મહિના પહેલા જ આવેલો પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે.

આ પણ વાંચો :બજારના ઘટાડા વચ્ચે પણ રોકાણકારો આ 15 શેર ધડાધડ ખરીદી રહ્યા છે, જાણો કેમ?

EMI વધશે, SBIએ વ્યાજદરમાં કર્યો વધારો: તમામ લોનને અસર થશે

2 રૂપિયાના શેરમાં વિદેશી રોકાણકારોને પડ્યો રસ, ભાવ પહોંચ્યો આસમાને, શું છે તમારી પાસે?

લગ્નસરાની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 7 દિવસમાં કેટલો ઘટ્યો ભાવ

કમાવવાની તક…!/ BlackBuck IPO આ તારીખે આવી રહ્યો છે, જાણો તેના વિષે વિગતે

શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ તેમની SIP બંધ કરી દેવી જોઈએ?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button