ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

ધંધુકામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું લોકાર્પણ કરતા CM ભૂપેન્દ્ર પટેલ

ધંધુકા, 17 નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ધંધુકા પ્રવાસ દરમિયાન રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝવેરચંદ મેઘાણીને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકીનકભાઈ મેઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમનું પ્રદાનના પ્રદર્શનને નિહાળ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તમામ પ્રદર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી અને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે ઐતિહાસિક સ્મૃતિ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં રેસ્ટ હાઉસના ચાર ખંડમાં સિંધુડો – ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઇતિહાસ તથા કલાત્મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન પણ મુકાયું છે. વધુમાં અહીં ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્ય કોર્નર ધરાવતું સમૃદ્ધ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયનું નિર્માણ પણ કરાયું છે. આ પરિસરમાં નવીન સાંસ્કૃતિક ભવન ‘મેઘાણી સ્મૃતિ’નું પણ નિર્માણ કરાયું છે.

આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરત પંડ્યા, ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુ, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, લોકગાયક અભેસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા ખાતે સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત RMS હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીએ હોસ્પિટલના પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના ટ્રસ્ટી સ્વ.ધરમશીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે RMS હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે બેઠક પણ યોજી હતી અને હોસ્પિટલ વિશેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા તથા RMS હોસ્પિટલના પ્રમુખ ઓધવજીભાઈ મોણપરા, મંત્રી ભીમજીભાઈ સુતરીયા, ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ મોરડીયા, ડો.પુરોહિત તથા હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :- નવનીત રાણાની સભામાં હંગામો, ખુરશીઓ તોડી નાખી હુમલાનો પ્રયાસ

Back to top button