G20 કાર્યક્રમમાં બ્રાઝીલના ફર્સ્ટ લેડીએ મસ્કને કહ્યા અપશબ્દો, જાણો શું છે મામલો
રિયો ડી જિનેરિયો, તા. 17 નવેમ્બર, 2024: બ્રાઝીલના પ્રમુખ લુલા ડી સિલ્વાની પત્ની એટલે કે ફર્સ્ટ લેડીએ જાન્જા લુલા ડી સિલ્વા શનિવારે જી20ના એક કાર્યક્રમમાં અલોન મસ્કને અપશબ્દો કહ્યા હતા. સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર પર વાત કરતી વખતે તેમણે મસ્કને ગાળો આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એલોન મસ્કે પણ આ વીડિયો પર ટિપ્પણી કરી હતી.
મસ્ક કહ્યું તેઓ આગામી ચૂંટણી હારી જશે. બ્રાઝીલ G20 શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ અંતર્ગત બ્રાઝીલની સરકાર જી-20ના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. બ્રાઝીલના પ્રમુખ લુલા ડી સિલ્વાની પત્ની જાન્જા લુલા ડી સિલ્વાએ પણ આવા જ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે એલન મસ્કની ટીકા કરી હતી અને તેમના માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
બ્રાઝીલમાં એક્સને પણ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
મસ્કની સોશિયલ મીડિયા કંપની એક્સ બ્રાઝીલમાં વિવાદમાં છે. એલોન મસ્કે બ્રાઝીલની પ્રથમ મહિલાના આ વીડિયો પર હસતો ઇમોજી પોસ્ટ કર્યો. અન્ય એક પોસ્ટમાં, મસ્કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ વિશે કહ્યું કે તેઓ આગામી ચૂંટણી હારવા જઈ રહ્યા છે. આ વર્ષે, બ્રાઝીલમાં એક્સને પણ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એક્સ પર બ્રાઝીલના કાયદાનું પાલન ન કરવા, કાનૂની પ્રતિનિધિની નિમણૂક ન કરવા અને નકલી સમાચાર ફેલાવતા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના અદાલતના આદેશની અવગણના કરવાનો પણ આરોપ છે.
બ્રાઝીલની ફર્સ્ટ લેડીનું ગયા વર્ષે હેક થયું હતું એકાઉન્ટ
બ્રાઝીલની ફર્સ્ટ લેડી જાન્જાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ગયા વર્ષે હેક કરવામાં આવ્યું હતું, જેના માટે તેમણે સોશિયલ મીડિયા કંપની એક્સ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચોઃ બહેનની ડોલી ઉઠે તે પહેલાં જ ઉઠી ભાઈની અર્થી, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં