બહેનની ડોલી ઉઠે તે પહેલાં જ ઉઠી ભાઈની અર્થી, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
પટના, તા.17 નવેમ્બર, 2024: બિહારના ભોજપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 24 વર્ષીય બુલેટ લઈને તેની બહેનના લગ્નમાં સામેલ થવા જઈ રહ્યો હતો ત્યારે તેને ગોળી મારવામાં આવતાં મોત થયું હતું. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.
શું છે મામલો?
આ ઘટના ભોજપુર જિલ્લામાં શાહપુર બ્લોકમાં કર્ણમપુર બસ સ્ટેન્ડ નજીક બની હતી. મૃતકની ઓળખ કર્ણમેપુર પોલીસ સ્ટેશન હેઠળના ઈશ્વરપુરા ગામના રહેવાસી સુરેન્દ્ર સિંહના પુત્ર રાજ સિંહ (ઉ.વ.24) તરીકે થઈ હતી. તે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો હતો. બહેન લગ્ન સમારંભમાં સામેલ થવા તે બુલેટ લઈને ઘરે આવતો હતો ત્યારે રસ્તા પર સશસ્ત્ર હુમલાખોરોએ તેને અટકાવ્યો હતો અને ગોળી મારી હત્યા કરી હતી. બહેનની ડોલી ઉઠે તે પહેલાં જ ભાઈની અર્થી ઉઠતાં પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે અને આરોપીની શોધ કરી રહી છે.
યુવક તેના કાકા નાગેન્દ્ર સિંહ સાથે બુલેટ લઈને લગ્નમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. તે સમયે બે બાઇક પર સવાર ચાર હથિયારધારીઓએ તેને કર્ણમપુર બસ સ્ટેન્ડ નજીક ઘેરી લીધો હતો અને તેને ગોળી મારી હતી. ગોળીબાર બાદ યુવક લોહીથી લથપથ જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ તેને તેના કાકા અને સ્થળ પર હાજર સ્થાનિકોની મદદથી સારવાર માટે આરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતકના કાકા નાગેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મોડી સાંજે તે અને તેનો ભત્રીજો રાજ સિંહ બંને બુલેટ લઈને તેની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા બિહિયા લોજ જઈ રહ્યા હતા. કર્ણમપુર બસ સ્ટેન્ડ નજીક બદમાશોએ સાકેત કુમાર અને અન્ય ચારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
શૂટિંગની ઘટના વિશે વાત કરતાં નાગેન્દ્ર સિંહે કહ્યું, મને સમગ્ર વિવાદ વિશે ખબર નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે મારા ભત્રીજા રાજ સિંહનો શાળાના દિવસો દરમિયાન સાકેત સાથે થોડો વિવાદ થયો હતો અને આ વિવાદમાં તેણે તેને ગોળી મારીને મારી નાખ્યો હશે. ઘટનાસ્થળે પહોંચેલા કર્ણમેપુર પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ. મુનેશ્વર દાસે કહ્યું, એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ અમે સ્થળ પર પહોંચ્યા હતા. હાલ દરેક એંગલથી તપાસ થઈ રહી છે.
આ પણ વાંચોઃ DRDO એ કર્યું લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ, જાણો શું છે ખાસિયત