આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

એક મહિનામાં બીજી વખત ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના ઘર પર હુમલાની કોશિશ, ડ્રોન બાદ ફ્લેશ બોમ્બથી બનાવ્યું નિશાન

Israeli PM Benjamin Netanyahu’s home: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહ દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો હતો.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘરને બોમ્બથી નિશાન બનાવવામાં આવ્યું છે. ઉત્તર ઈઝરાયેલના શહેર સીઝેરિયામાં નેતન્યાહુના ઘર તરફ બે ફ્લેશ બોમ્બ છોડવામાં આવ્યા હતા. સદનસીબે બોમ્બ ઘરની બહારના બગીચામાં પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘરમાં કોઈ હાજર નહોતું. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.
ગયા મહિને પણ હુમલો થયો હતો.

આ ઘટના પહેલા 19 ઓક્ટોબરે આ જ નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રોન દ્વારા તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આની જવાબદારી ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ લીધી હતી. ત્યારપછી નેતન્યાહુએ હિઝબુલ્લાહ પર તેમની અને તેમની પત્નીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. 23 સપ્ટેમ્બરથી ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલા તેજ કર્યા છે.

મંત્રીઓએ ઘટનાને વખોડી

પ્રમુખ આઇઝેક હરઝોગે આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે કહ્યું કે હવે મર્યાદા ઓળંગી ગઈ છે. હવે ધીરજનો બંધ તૂટી ગયો છે. તેમણે સુરક્ષા અને ન્યાયિક એજન્સીઓને જરૂરી અને કડક પગલાં લેવા જણાવ્યું છે. નેતન્યાહુ સરકારના મંત્રી ઇટામર બેન-ગવીરે કહ્યું કે વડાપ્રધાન નેતન્યાહુ વિરુદ્ધ ઉશ્કેરણી બધી હદો પાર કરી ગઈ છે. તેમના ઘર પર ફ્લેશ બોમ્બ ફેંકવા એ આપણી ધીરજની કસોટી કરવા જેવું છે.

સુરક્ષા એજન્સીઓએ શું કહ્યું?

સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે શનિવારે સીઝેરિયા શહેરમાં નેતન્યાહુના નિવાસસ્થાન નજીક બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના એકદમ ગંભીર છે. પોલીસ અને શિન બેટની આંતરિક સુરક્ષા એજન્સીના સંયુક્ત નિવેદન અનુસાર, વડાપ્રધાનના નિવાસસ્થાનની બહારના બગીચામાં બે જ્વાળાઓ પડી હતી. ઘટના સમયે વડાપ્રધાન અને તેમનો પરિવાર ઘરે ન હતો. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ એક ગંભીર ઘટના છે અને તેના ગંભીર પરિણામો આવવાના છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પે વેક્સિનના કટ્ટર વિરોધીને આપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, જાણો કોણ છે

Back to top button